For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાત્મા ગાંધી પર હેગડેના નિવેદનથી ભાજપ હાઈકમાન્ડ નારાજ, બિનશરતી માફી માંગવા કહ્યુ

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનંત કુમાર હેગડેએ મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદનબાજી કરી હતી જેનાથી ભાજપ બેકફૂટ પર જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનંત કુમાર હેગડેએ મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદનબાજી કરી હતી ત્યારબાદથી આના પર રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસ નેતા જયવીર શેરગિલે અનંત કુમાર હેગડે પર પલટવાર કર્યો છે. વળી, હેગડેના આ નિવેદનથી ભાજપ બેકફૂટ પર જોવા મળી રહી છે. સૂત્રો મુજબ અનંત કુમાર હેગડેના નિવેદનથી પાર્ટી હાઈકમાન્ડ નારાજ છે અને તેમને બિનશરતી માફી માંગવા કહ્યુ છે.

Anant kumar Hegde

હેગડેએ શનિવારે બેંગલુરુમાં જનસભાને સંબોધિત કરીને મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યુ હતુ. હેગડેએ એ પણ સવાલ ઉઠાવ્યો કે છેવટે કેવી રીતે આવા લોકોને ભારતમાં મહાત્મા બોલાવી શકાય છે. અનંત કુમાર હેગડેએ કહ્યુ કે આખુ સ્વતંત્રતા આંદોલન અંગ્રેજોની સંમતિ અને તેમના સહયોગથી આયોજિત કરવામાં આવ્યુ હતુ. આ તમામ નેતા જેમને આટલા મોટા ગણવામાં આવે છે તેમને ક્યારેય પણ પોલિસે માર્યા નથી. આ લોકોનો સ્વતંત્રતા સંઘર્ષ માત્ર એક ડ્રામા હતો. આનુ આયોજન અંગ્રેજોની સંમતિથી કરવામાં આવ્યુ હતુ. આ વાસ્તવિક સંઘર્ષ નહોતો. આ સમજી વિચારીને કરેલો સંઘર્ષ હતો. એટલુ જ નહિ હેગડેએ મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અને ભૂખ હડતાળને પણ ડ્રામા ગણાવી દીધો છે.

ભાજપ સાંસદે કહ્યુ કે જે લોકો કોંગ્રેસનુ સમર્થન કરે છે તે કહેતા રહે છે કે ભારતને મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અને ભૂખ હડતાળના કારણે આઝાદી મળી છે પરંતુ આ બિલકુલ સત્ય નથી. અંગ્રેજોએ સત્યાગ્રહના કારણે દેશ નહોતો છોડ્યો. અંગ્રેજોએ ભારતને આઝાદી કંટાળીને આપી હતી. તેમણે કહ્યુ કે જ્યારે હું ઈતિહાસ વાંચુ છુ તો મારુ લોહી ઉકળવા લાગે છે. આવા લોકો દેશના મહાત્મા બની ગયા. તમને જણાવી દઈએ કે અનંત કુમાર હેગડે ઘણીવાર પોતાના નિવેદનોનના કારણે ચર્ચામાં રહે છે. ઘણી વાર તેમના નિવેદનોના કારણે પાર્ટી વિપક્ષના નિશાના પર આવી જાય છે.

આ પણ વાંચોઃ દિલ્લી ફાયરિંગ બાદ સંસદમાં ગૂંજ્યો 'ગોળી મારવાનુ બંધ કરો'નો નારોઆ પણ વાંચોઃ દિલ્લી ફાયરિંગ બાદ સંસદમાં ગૂંજ્યો 'ગોળી મારવાનુ બંધ કરો'નો નારો

English summary
BJP high command is unhappy with Anant kumar Hegde's statement on Gandhiji, asked for an unconditional apology
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X