For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સાંપ્રદાયિક ભાવનાઓને ભડકાવી રહી છે: કોંગ્રેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગુલબર્ગ, 3 મે: કર્ણાટક વિધાનસભાના ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ પર સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમને ભાજપ સરકારને ભ્રષ્ટ ગણાવતાં અમે રાજ્યના વિકાસ માટે કેન્દ્રમાંથી ધન મોકલ્યું હતું પરંતુ તેનું શું થયું તેની ખબર નથી. તેમને કહ્યું હતું કે અમે પ્રદેશને એક જવાબદાર સરકાર આપવા માટે પ્રતિબદ્ધ છીએ સાથે જ અમે દલિતો, પછાત અને આદિવાસીઓને તેમનો હક અપાવીશું.

કર્ણાટકમાં 224 વિધાનસભાની સીટો માટે પાંચે મેના રોજ ચૂંટણી યોજાવવાની છે. આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. સોનિયા ગાંધી સિવાય કોંગ્રેસના મહાસચિવ બીજે હરિપ્રસાદે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો અહીં જાદૂ ચાલવાનો નથી પરંતુ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં પણ તે મોડલ અપનાવવું જોઇએ જે કર્ણાટકે વિકાસ માટે અપનાવાયું છે.

sonia-gandhi

તેમને ગુજરાતને કર્ણાટક પાસેથી શિખામણ લેવાની વાત કહી હતી. સાથે જ આશા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ કર્ણાટકમાં પૂર્ણ બહૂમત સાથે સરકાર બનાવશે. તો બીજી તરફ ભાજપે પોતાના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીનો અહીં ઉપયોગ કર્યો નથી કારણ કે સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસ મોટી પાર્ટી તરીકે ઉભરી આવતાં કોંગ્રેસની જીતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

English summary
Before Karnataka Assembly Election 2013, UPA chairperson Sonia Gandhi said BJP is completely corrupt party and they are trying to provoke religious feelings of people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X