For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભાજપ રોજ કોઈ નોટંકી લઈને આવે છે, આની પણ તપાસ કરાવી લો', સ્ટીંગ વીડિયો પર સીએમ કેજરીવાલનો પલટવાર

સ્ટિંગ ઑપરેશન મામલે આપના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પલટવાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

Arvind Kejriwal on BJP sting Video: દિલ્લીમાં એમસીડી ચૂંટણી પહેલા સ્ટિંગ જાહેર કરીને ભાજપે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર મોટો આરોપ લગાવીને કહ્યુ કે દિલ્લી નગર નિગમ ચૂંટણી માટે પૈસા માંગવામાં આવી રહ્યા છે. ભાજપે આપ નેતા બિંદુ શ્રીરામથી ટિકિટના બદલામાં પૈસા માંગવાનુ સ્ટિંગ જાહેર કરીને દિલ્લીના રાજકારણમાં હોબાળો મચાવી દીધો છે. હવે આ સમગ્ર મામલે આપના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પલટવાર કર્યો છે.

arvind kejriwal

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કહ્યુ કે આના પણ તપાસ કરાવી લો. ભાજપે દિલ્લી સરકારમાં મંત્રી ગોપાલ રાયના સહયોગીઓ અને આમ આદમી પાર્ટીના કથિત મોટા નેતાઓ પર એમસીડી ચૂંટણીમાં પાર્ટી ટિકિટ માટે કાર્યકર્તાઓ પાસેથી પૈસા લેવામાં સામેલ હોવા પર એક 'સ્ટિંગ'નો વીડિયો જાહેર કર્યો છે 'સ્ટિંગ' જાહેર કરીને ભાજપે આરોપ લગાવ્યો કે વરિષ્ઠ આપ નેતાઓ ચૂંટણી પહેલા પૈસા લઈને પાર્ટીની ટિકિટ વેચવામાં સામેલ હતા. ભાજપ વતી સંબિત પાત્રાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને આપના ઘણા મોટા નેતાઓ પર આ ભ્રષ્ટાચારમાં સંડોવણી હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે.

હવે આ સમગ્ર મામલે અરવિંદ કેજરીવાલે ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યુ કે ભાજપ રોજ નવી નવી નૌટંકી લાવે છે. ક્યારેક આ કહે છે અને ક્યારેક કંઈ બીજુ. તેમણે કહ્યુ દારૂ કૌભાંડ થયુ, તેની તપાસ કરવામાં આવી હતી. તેમાં કશુ મળ્યુ ન હતુ. રસ્તાઓમાં કૌભાંડ થયુ, તેમાં કંઈ જ મળ્યુ નથી. ગલીઓમાં કૌભાંડ થયુ, તેમાં પણ કશુ મળ્યુ નહિ. ચાર દિવસ પહેલા પણ તેમણે કહ્યુ હતુ કે ટિકિટ કૌભાંડ થયુ છે. તેની તપાસ પણ પૂરી થઈ ગઈ છે. હવે આ પણ તપાસી લો. વળી, સીએમ કેજરીવાલે ગુજરાત ચૂંટણીને લઈને કહ્યુ કે ગુજરાતના યુવાનો ભાજપ દ્વારા પેપર ફોડવાને લઈને પરેશાન છે, આપ પાસે તેમને આશા છે. હું દરેક યુવાનોને કહુ છુ કે તમારા ઘરમાં બધાનો વોટ સુનિશ્ચિત કરો.

English summary
BJP issued a sting alleging AAP of taking money for tickets, Kejriwal said- 'Get this also investigated'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X