For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશનો બળાપો, 'બીજેપી અને આરજેડીની વચ્ચે અંદર-અંદર વાત થઇ રહી છે'

|
Google Oneindia Gujarati News

nitish kumar
પટણા, 8 જુલાઇ : મહાબોધિ મંદિરમાં થયેલા શ્રેણિબદ્ધ વિસ્ફોટ બાદ આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પ્રેસ કોંફ્રેન્સ કરીને બીજેપી-આરજેડી પર જોરદાર પ્રહારો કર્યા. નીતિશ કુમારે કહ્યું કે મંદિરની સુરક્ષા હવે સીઆઇએસએફ પાસે કરાવવામાં આવશે, અને તેના માટે જે કંઇ પણ આર્થિક ખર્ચ આવશે તે બિહાર સરકાર ભોગવશે. તેમણે જણાવ્યું કે આ પ્રકારની દરેક ઘટનાને ગંભીરતાથી લેવી જોઇએ. આનાથી ભવિષ્ય માટે કંઇ શીખ લેવાની જરૂર છે.

નીતિશે કહ્યું કે બિહારમાં સીરિયલ બ્લાસ્ટની આ પહેલી ઘટના છે. 12 બોમ્બ રાખવામાં આવ્યા હતા. જેમાંથી 9 બ્લાસ્ટ થયા અને 3 ને નિષ્ક્રીય કરી દેવાયા. મંદિર પરિસરમાં 4 સ્થળે વિસ્ફોટ થયા. અમે તેની તપાસ એનઆઇએને સોંપી છે. આપણે કોઇ ક્યાસ ના કાઢવો જોઇએ. આની પાછળ કયા લોકો છે. આવા મામલામાં પર્યટન પોલીસથી કામ ચાલે નહીં. આવા મામલામાં પૂરતું દળ હોવું જોઇએ. નીતિશે કહ્યું કે કુલ 10 બોમ્બ ફાટ્યા છે. 10મો બોમ્બ એક ટ્રાંસફોર્મરની પાસે મંદિરથી દોઢ કિલોમીટર દૂર ફાટ્યો.

વિપક્ષિયો પર નિશાનો સાધતા નીતિશ કુમારે કહ્યું કે બે દળોની એકતા સ્પષ્ટપણે દેખી શકાય છે. c અને આરજેડીની વચ્ચે અંદર-અંદર વાત થઇ રહી છે. આપણે સૌએ આ પડકારનો સાથે મળીને સામનો કરવો જોઇએ. આ બંને લોકો હવે મળી ગયા છે. કેટલાક લોકો પ્રત્યક્ષ અને કેટલાંક અપ્રત્યક્ષ રૂપે કામ કરશે. સિદ્ધાંત પર ટકી રહેવા માટે જે કુર્બાની આપવી જોઇએ તે અમે આપીશું.

નીતિશ કુમારે કહ્યું કે અમારો બીજેપી સાથે સંબંધ ખૂબ જ જૂનો હતો. સમજૂતિ તેમણે તોડી છે. વિવાદિત વ્યક્તિને તેમણે ઉચ્ચ સ્થાન આપ્યું, અમે નહીં. અમે તો ક્યારેય પણ ફાંકા મારવામાં બહાદુર ન્હોતા અને થઇ પણ ના શકીએ. અમે તો જમીન સાથે જોડાયેલ લોકો છીએ. અમારી આકાશમાં પકડ ઓછી છે. અમને જમીન સાથે જ જોડાયેલા રહેવા દો. ઝારખંડમાં સરકાર ગઠનની કોશિશો પર નીતિશે કહ્યું કે રાજ્યમાં ચૂંટણી થવી જોઇએ. જે સરાકાર બનાવવાની કોશીશ થઇ રહી છે તે યોગ્ય નથી. જનતાને તક આપવી જોઇએ.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X