For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ નેતાઓની ઑડિયો ટેપ લીક, નિતિન ગડકરી માટે કહ્યા અપશબ્દો

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નિતિન ગડકરી વિશે ફોન પર અપશબ્દો કહેવાના કારણે ભાજપના બે નેતાઓને પાર્ટીમાંથી છ વર્ષ માટે બહાર કરી દેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નિતિન ગડકરી વિશે ફોન પર અપશબ્દો કહેવાના કારણે ભાજપના બે નેતાઓને પાર્ટીમાંથી છ વર્ષ માટે બહાર કરી દેવામાં આવ્યા છે. બંને નેતા મહારાષ્ટ્રના નાગપુરના છે જેમની એક ઑડિયો ટેપ લીક થઈ છે. આ ઑડિયો ટેપમાં એ સાંભળી શકાય છે કે બંને નાત નિતિન ગડકરી વિશે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. આ ટેપ સામે આવતા જ ભાજપે બંને નેતાઓ સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી છ વર્ષ માટે કાઢી દીધા છે.

nitin Gadkari

ભાજપના બંને નેતાઓની આ ઑડિયો ટેપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. માહિતી અનુસાર આ ઑડિયો ટેપ જયહરી સિંહ ઠાકુર અને અભય તિડકેનો છે. જેમાં તે લોકસભા ચૂંટણી પહેલા નિતિન ગડકરી વિશે વાત કરી રહ્યા છે. બંને નેતા પરસ્પર વાત કરતા કહે છે કે નિતિન ગડકરી નાગપુરમાં કોંગ્રેસ ઉમેદવાર નાના પાટોલ સામે ચૂંટણી હારી જશે. સાથે જ નિતિન ગડકરી માટે બંને નેતા અપશબ્દોનો પણ ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે ચૂંટણીમાં નિતિન ગડકરીએ કોંગ્રેસ ઉમેદવારને 197000 મતોથી હરાવ્યા છે ત્યારબાદ તેમને ફરીથી એક વાર સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

ઑડિયો ટેપમાં બંને નેતાઓને એ કહેતા સાંભળી શકાય છે કે નિતિન ગડકરી આ ચૂંટણી હારી જશે. સાથે નેતાઓએ આરોપ લગાવ્યો કે નિતિન ગડકરી માત્ર અમીરોની સાંભળે છે. તે પાર્ટીના ઈમાનદાર કાર્યકર્તાઓને નજરઅંદાજ કરે છે. આ સમગ્ર મામલે નાગપુર ભાજપના અધ્યક્ષ સુધાકર કોહલેએ કહ્યુ કે પાર્ટીની અંદર અનુશાસનહીતાને ક્યારેય સહન કરવામાં નહિ આવે. મે ઠાકરુને તાત્કાલિક અસરથી તેમના પદેથી હટાવી દીધા છે. વળી, આ મામલે ઠાકુરનું કહેવુ છે કે તેમની ઑડિયો ટેપ સાથે છેડછાડ કરવામાં આવી છે. અમે બધા નિતિન ગડકરીનું સમ્માન કરીએ છીએ.

આ પણ વાંચોઃ નીતિ આયોગની પુનઃરચના માટે પીએમ મોદીએ મંજૂરી આપી, આ બનશે નવા સભ્યઆ પણ વાંચોઃ નીતિ આયોગની પુનઃરચના માટે પીએમ મોદીએ મંજૂરી આપી, આ બનશે નવા સભ્ય

English summary
BJP leaderે audio tape leaks where they abuses Nitin Gadkari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X