ગિરિરાજનો રાહુલ પર કટાક્ષઃ ‘ભૂકંપની મઝા લેવા માટે તૈયાર થઈ જાવ'

સંસદમાં આ ચર્ચા માટે બધા પક્ષોને સમય આપવામાં આવ્યો છે. કોંગ્રેસને પણ 38 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. વળી, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.

સંસદમાં આજે વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાન પર ચર્ચા થશે. એવામાં સરકાર સામે એ મોટો પડકાર છે કે તે સંસદની અંદર પોતાનો બહુમત સિદ્ધ કરે. અવિશ્વાસ પ્રસ્તાવના કારણે સૂચનાના અધિકાર બિલમાં સંશોધનને રાજ્યસભામાં રજૂ નહિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંસદમાં આ ચર્ચા માટે બધા પક્ષોને સમય આપવામાં આવ્યો છે. કોંગ્રેસને પણ 38 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. વળી, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.

giriraj

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા ટ્વિટ કર્યુ છે, 'ભૂકંપની મઝા લેવા માટે તૈયાર થઈ જાવ.' વાસ્તવમાં જ્યારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ તરફથી મોદી સરકાર પર હુમલાનું નેતૃત્વ રાહુલ ગાંધી કરશે. આ અંગે ભાજપ નેતાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.

તમને જણાવી દઈએ કે મોદી સરકારના નોટબંધીના નિર્ણય બાદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે તેમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે સંસદમાં માત્ર 15 મિનિટ બોલવાનો સમય મળી જાય તો પ્રધાનમંત્રી મોદી સામે ઉભા નહિ રહી શકે. જો તે નોટબંધીના મુદ્દે સંસદમાં બોલ્યા તો ભૂકંપ આવી જશે. આ નિવેદન બાદ ઘણી વાર ભાજપ નેતા આ નિવેદન પર મજાક ઉડાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X