Video: વિરાસત કોઇને વિજય ના અપાવી શકે: રવિશંકર પ્રસાદ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 મે: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર નિશાનો સાધતા જણાવ્યું કે રવિશંકરે જણાવ્યું કે 'વિરાસત કોઇને વિજય નથી અપાવી શકતી અને આ વાત કોંગ્રેસે સમજવી પડશે.' તેમણે જણાવ્યું કે સામાન્ય ચૂંટણી 2014માં કોંગ્રેસની ખરાબ હાર થશે અને ભાજપ બહુમતમાં આવીને પોતાની સરકાર બનાવશે.

રવિશંકર પ્રસાદે જણાવ્યું કે સામાન્ય ચૂંટણી 2014 દરમિયાન જે અયોગ્ય ઘટનાઓ ઘટી છે તેના માટે કોંગ્રેસે માફી માગવી જોઇએ અને ચૂંટણી પંચને પણ તમામ વાતો પર કડક એક્શન લેવું જોઇએ. રવિશંકરે જણાવ્યું કે વર્ષ 2014ની ચૂંટણી પહેલી એવી ચૂંટણી છે જેમાં તમામ રાજનૈતિક દળોએ એક સાથે મળીને ભાજપના નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો અને તેમણે એકલા ભ્રમિત થયા વગર સામનો કર્યો.

ravi shankar prasad
લોકસભા ચૂંટણી 2014માં તમામ રાજનૈતિક પાર્ટીઓએ પોતાનો મહત્વની ભૂમિકા અદા કરી છે. બની શકે છે કે કોઇ રાજનૈતિક પાર્ટી હારે અથવા કોઇ જીતે પરંતુ આ હાર અને જીતથી નેતાઓના આંતરિક સંબંધોમાં કોઇ ઉતાર-ચઢાવ ના આવવો જોઇએ. રવિશંકરે એ પણ જણાવ્યું કે જે રીતે કોંગ્રેસે મોદી પર નિશાનો સાધ્યો તેને જોઇને કહી શકાય છે કે મોદીની વાતો કોંગ્રેસના કાનો ગૂંજી રહી છે.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/zs8pMvcPFQE" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
BJP's senior leader Ravishankar Prasad said that Congress should learn that Heritage can not deliver Victory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X