For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી વિરુદ્ધ નિવેદન આપી પાર્ટીમાંથી આપી દીધું રાજીનામું!

|
Google Oneindia Gujarati News

narendra modi
નવી દિલ્હી, 17 જુલાઇ : દિલ્હી બીજેપીના અધ્યક્ષે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નિવેદન આપ્યા બાદ પોતાના હોદ્દા પરથી રાજીનામુ ધરી દીધું છે. બીજેપીના દિલ્હી પ્રદેશ સમિતિના ઉપાધ્યક્ષ આમિર રઝા હુસૈને મોદીની વિરુદ્ધ પોતાના નિવેદનથી પાર્ટી નેતૃત્વને ઠેસ પહોંચવાના કારણે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે.

પ્રદેશ બીજેપી અધ્યક્ષ વિજય ગોયલને મોકલેલા રાજીનામાં પત્રમાં જણાવ્યું કે એક મહત્વપૂર્ણ પદ પર રહેતા તેમણે આવું નિવેદન કરવું જોઇતું ન્હોતું, જેના કારણે પાર્ટીના કોઇ વરિષ્ઠ નેતાને તકલીફ થાય.

હુસૈને મંગળવારે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે મુસલમાન પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટે મોદીના સ્થાને વરિષ્ઠ બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણી અથવા લોકસભામાં વિરોધપક્ષની નેતા સુષમા સ્વરાજને પસંદ કરશે.

દિલ્હી બીજેપીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનો ઇરાદો કોઇ નેતાને પીડા પહોંચાડવાનો ન્હોતો અને તેમણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. નિવેદન અનુસાર વિજય ગોયલે તેમના રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે.

English summary
After giving statement against Narendra Modi Delhi BJP vice chairman gave resignation from Party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X