For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૈફના નિવેદન પર ભડક્યા ભાજપ નેતા મીનાક્ષી લેખી, તૈમૂર વિશે કહી આ વાત

ભાજપ પ્રવકતા મીનાક્ષી લેખીએ અભિનેતા સૈફ અલી ખાનના નિવેદન માટે તેમના પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભાજપ પ્રવકતા મીનાક્ષી લેખીએ અભિનેતા સૈફ અલી ખાનના નિવેદન માટે તેમના પર નિશાન સાધ્યુ છે. સૈફે ભારતીય ઈતિહાસ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યુ હતુ કે અંગ્રેજોથી પહેલા ઈન્ડિયાની કોઈ અવધારણ નહોતી. સૈફે આ વાત એક ઈન્ટરવ્યુ દરમિયાન કહી હતી. આ દરમિયાન તેમણે 17મી સદીના મહારાષ્ટ્રીયન સૈન્ય નેતાની કહાનીવાળી તેમની ફિલ્મ 'તાન્હાજી'ના રાજકીય સંદર્ભ વિશે સવાલ પૂછવામાં આવ્યા હતા.

સૈફે શું કહ્યુ હતુ?

સૈફે શું કહ્યુ હતુ?

સૈફે કહ્યુ હતુ, ‘મને નથી લાગતુ કે આ ઈતિહાસ છે. મને નથી લાગતુ કે અંગ્રેજોથી પહેલા ઈન્ડિયાની કોઈ અવધારણા હતી.' હવે મીનાક્ષી લેખીએ ટ્વિટ કરીને લખ્યુ છે, ‘તુર્ક પણ માનતા હતા કે તૈમૂર ક્રૂર હતો પંરંતુ તેમ છતાં લોકો પોતાના બાળકનુ નામ તૈમૂરના નામ પર રાખે છે.' તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન અને તેમની પત્ની કરીના કપૂરના દીકરાનુ નામ તૈમૂર અલી ખાન છે. આવુ પહેલી વાર નથી જ્યારે તેમના દીકરા તૈમૂરના નામ વિશે સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
‘સાચુ કહ્યુ હું બુઢ્ઢી થઈ ગઈ'

‘સાચુ કહ્યુ હું બુઢ્ઢી થઈ ગઈ'

મીનાક્ષી લેખીના આ ટ્વિટનુ અમુક લોકોએ સમર્થન નથી કર્યુ. એક વ્યક્તિએ કહ્યુ, ‘બુઢ્ઢા થઈ ગયા છો. બાળકોને તો પોતાની નફરતથી દૂર રાખો.' આના જવાબમાં લેખીએ કહ્યુ, ‘સાચુ કહ્યુ હું બુઢ્ઢી થઈ ગઈ છુ એટલે સમજુ છુ કે મા બાપ જ્યારે બાળકોના નામ રાખે છે તો કોઈ સારા માણસ કે સારા વિચાર પાછળ જ નામ રાખવામાં આવે છે, નહિતર તમારા માતાપિતા કે તમે પોતે પોતાનુ નામ આઝાદની જગ્યાએ બેવકૂફ ગુલામ રાખી શકતા હતા.'

કેમ રાખ્યુ હતુ તૈમૂર નામ?

જો કે દીકરાનુ નામ તૈમૂર રાખવા પર સૈફે કહ્યુ હતુ, ‘મને અને મારી પત્નીને આ નામ અને તેનો અર્થ પસંદ છે. હું તૂર્કી શાસકની વિરાસતથી માહિતગાર છુ, તે તૈમૂર હતો, મારો દીકરો તૈમૂર છે, એ એક પ્રાચીન ફારસી નામ છે જેનો અર્થ છે લોહ.' સૈફ અલી ખાને 2017માં મુંબઈના અંગ્રેજી વર્તમાનપત્ર મિરર સાથે વાતચીતમાં આ કહ્યુ હતુ.

આ પણ વાંચોઃ 5 વર્ષમાં કેટલી વધી દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલની સંપત્તિ? જાણોઆ પણ વાંચોઃ 5 વર્ષમાં કેટલી વધી દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલની સંપત્તિ? જાણો

English summary
bjp leader slams saif ali khan over concept of india statement, said some people choose to name their children Taimur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X