પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી કોરોના પોઝિટિવ, ખુદને ક્વોરેન્ટાઈન કર્યાં

પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી કોરોના પોઝિટિવ, ખુદને ક્વોરેન્ટાઈન કર્યાં

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી કોરોના પોઝિટિવ થયાં. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલ ઉમા ભારતીએ ખુદ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ ઉમા ભારતીએ ખુદને ક્વોરેન્ટાઇન કરી લીધા છે. તેમણે ટ્વીટ કરી પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવાની સલાહ આપી છે.

uma bharati

રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઉમા ભારતીએ ખુદને ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે વંદે ભારત કુંજમાં ખુદને ક્વોરેન્ટાઇન કરી લીધા છે. ઉમા ભારતીએ ટ્વીટમાં લખ્યું કે તે ઉત્તરાખંડમાં છે અને પહાડોની યાત્રાએથી પરત ફરી રહી હતી, તે દરમ્યાન જ હળવો તાવ આવ્યો. જે બાદ તેમણે ખુદને ક્વોરેન્ટાઇન કરી લીધા છે. ડૉક્ટરની સલાહ પર તેમણે ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો. હાલ તે ક્વોરેન્ટાઈન છે અને ડૉક્ટરની સલાહ પર હોસ્પિટલમાં દાખલ છે.

ઉમા ભારતીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે હું તમને જણાવી દઉં કે આજે મેં પહાડની યાત્રા ખતમ કરી લીધી છે અને અંતિમ દિવસ પ્રશાસનનનો આગ્રહ કરી કોરોના ટેસ્ટની ટીમને બોલાવી, કેમ કે મને ત્રણ દિવસથી હળવો તાવ હતો. તેમણે લખ્યું કે ચાર દિવસ બાદ હું ફરીથી ટેસ્ટ કરાવીશ. તેમણે લખ્યું કે હિમાલયમાં મેં કોરોનાના તમામ વિધિનિષેધ અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કર્યું છતાં પણ હું કોરોના પોઝિટિવ નીકળી છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X