For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પી ચિદમ્બરમનો ફરીથી મોટો હુમલો, બોલ્યા - કેબિનેટ નહિ ભાજપ નક્કી કરે છે કાયદો બનશે કે નહિ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે આંદોલનકારી ખેડૂતોની માંગોને માનીને ત્રણે કૃષિ કાયદા પાછા લેવાનુ એલાન કર્યુ. પીએમ મોદીના અચાનક આ નિર્ણયને આગામી ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે. વળી, વિપક્ષે કેન્દ્ર સરકાર પર મનમાનીનો આરોપ લગાવીને મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે કહ્યુ કે કેબિનેટની મંજૂરી વિના જ આ સરકારમાં નિર્ણય લેવામાં આવે છે.

P Chidambaram

શુક્રવારે ટ્વિટર દ્વારા પીએમ મોદી પર કટાક્ષ કર્યા બાદ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે આજે(શનિવાર) એ ફરીથી નિશાન સાધીને કહ્યુ કે પીએમ મોદીએ કેબિનેટની બેઠકમાં આના પર ચર્ચા કર્યા વિના જ આટલી મોટી ઘોષણા કરી દીધી. પી. ચિદમ્બરમે કહ્યુ, 'શું તમે જોયુ કે પીએમ(મોદી)એ કેબિનેટની બેઠક કર્યા વિના ઘોષણા કરી? આ માત્ર ભાજપ હેઠળ છે કે કાયદો કેબિનેટની પૂર્વ મંજૂરી વિના બનાવવો અને પાછો લેવામાં આવે છે.' આ પહેલા કોંગ્રેસ નેતાએ પીએમ મોદીના ભાષણ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર તેમના ટ્વિટ વિશે પણ હુમલો કર્યો હતો.

આજે પણ પોતાના ટ્વિટમાં તેમણે કટાક્ષ કરીને લખ્યુ, 'ગૃહમંત્રી'એ 'ઉલ્લેખનીય રાજ્ય કૌશલ' બતાવવા માટે પીએમની ઘોષણાની પ્રશંસા કરી...ભાજપ અધ્યક્ષે કહ્યુ કે પીએમને 'ખેડૂતો'ની ખૂબ ચિંતા છે...સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે પીએમે 'ખેડૂતોના કલ્યાણ' માટે નિર્ણય લીધો છે.' એક અન્ય ટ્વિટમાં ચિદમ્બરમે આગળ કહ્યુ, 'છેલ્લા 15 મહિનામાં ક્યાં હતા આ યોગ્ય નેતા અને તેમની બુદ્ધિશાળી સલાહ? શું તમે ધ્યાન આપ્યુ કે પીએમે કેબિનેટની બેઠક કર્યા વિના ઘોષણા કરી? આ માત્ર ભાજપને આધીન છે કે કેબિનેટની પૂર્વ સ્વીકૃતિ વિના કાયદો બનાવવામાં આવે કે ના આવે.'

English summary
BJP made or unmade laws without prior cabinet approval: P Chidambaram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X