For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં શિવસેનાના સહયોગ વિના ભાજપ બનાવી શકે છે સરકાર: સૂત્ર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 21 ઓક્ટોબર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ખંડિત જનાદેશ આવ્યા બાદ રાજકીય પાર્ટીઓમાં સરકાર બનાવવાનો રસ્તો શોધી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીનો ઇરાદો હવે મહારાષ્ટ્રમાં એકલા સરકાર બનાવવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હાલની સ્થિતીમાં શિવસેના વિના પણ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકે છે. સરકાર બનાવવામાં એનસીપીનો ટેકો લેવાની સંભાવના પણ નથી.

મહારાષ્ટ્રમાં જોડતોડનું રાજકારણ તેજ થઇ રહ્યું છે આ દરમિયાન ભાજપ મહારાષ્ટ્રમાં શિવસેનાના સમર્થનથી સરકાર બનાવવાના પ્રયત્નમાં લાગી ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 12 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન ભાજપ પાસે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ પાસ અત્યારે 123 ધારાસભ્ય છે. 12 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયા બાદ પાર્ટીના ખાતામાં કુલ 135 ધારાસભ્યો સામેલ થઇ જશે. જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી માટે 145 ધારાસભ્યોની જરૂરિયાત છે. જો કે સરકાર બનાવવાને લઇને સારી તસવીર હવે દિવાળી બાદ જ સ્પષ્ટ થઇ શકશે.

આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહ મહારાષ્ટ્રમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે મુલાકાત કર્વા અને નેતૃત્વના મુદ્દે તથા રાજ્યમાં સરકાર બનાવવા પર ચર્ચા કરવા માટે દિવાળી બાદ મુંબઇ જશે. તેમણે અહીં સંવાદદાતાઓને જણાવ્યું હતું કે હું મંગળવારે જઇ રહ્યો નથી. મને લાગે છે કે હું દિવાળી બાદ મુંબઇ જઇશ. રાજનાથ સિંહ ભાજપના નિરક્ષકો તરીકે સંસદીય બોર્ડ રિપીટ બોર્ડના નિર્ણયના અનુસાર, રાજનાથ સિંહ અને નડ્ડાને પહેલાં સોમવારે મુંબઇ જવાનું હતું પરંતુ પછી તેમને આ યાત્રામાં ફેરફારનો નિર્ણય કર્યો છે. જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે શું ભાજપના ધારાસભ્ય પક્ષના નેતા ચૂંટવામાં કોઇ સમસ્યા આવી રહી છે તો રાજનાથે સિંહે કહ્યું કે કોઇ વિધ્ન નથી. અત્યાર સુધી ભાજપે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

pol-devendra

અત્રે ઉલ્લેખનીય છે કે એકનાથ ખડસે અને વિનોદ તાવડે જેવા વરિષ્ઠ નેતાઓ દ્વારા મળી રહેલા પડકારોને પાર પાડતાં મહારાષ્ટ્રમાં ભાજપના પ્રમુખ દેવેંદ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી પદની સંભવિત પસંદના રૂપમાં સામે આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 123 સીટો પ્રાપ્ત કરનાર ભાજપને 288 સીટોવાળી વિધાનસભામાં અડધી સીટોના માપદંડને પુરૂ કરવા માટે ઓછામાં ઓછા 22 ધારાસભ્યોની જરૂરિયાત છે. શિવસેનાએ 63 સીટો જીતી છે. ભાજપ અને શિવસેનાનું ગઠબંધન ચૂંટણી પહેલાં સીટ વહેંચણીના મુદ્દે તૂટી ગયું હતું.

English summary
The governor can invite the single-largest party in the House to form the government even if it does not enjoy a simple majority and then give that party time to prove majority on the floor, as per the Constitution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X