For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકાને પ્રવાસી સાઈબિરિયન પક્ષી ગણાવી કહ્યુ, ‘બાબરના નિશાન શોધવા જઈ રહ્યા છે અયોધ્યા'

ઉત્તર પ્રદેશ સરકારમાં લઘુમતી કલ્યાણ મંત્રી મોહસિન રઝાએ પ્રિયંકા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ નેતાઓ અને મંત્રીઓની નિવેદનબાજીનું સ્તર ઘટી રહ્યુ છે. ઉત્તર પ્રદેશ સરકારમાં લઘુમતી કલ્યાણ મંત્રી મોહસિન રઝાએ પ્રિયંકા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે. પ્રિયંકા ગાંધીને પ્રવાસી સાઈબિરિયન પક્ષી ગણાવીને મોહસિન રઝાએ કહ્યુ કે આ પક્ષી આવતા-જતા રહે છે, મોસમ જોઈને આવે છે પછી ઉડી જાય છે.

યોગીના મંત્રીએ પ્રિયંકા ગાંધીને ગણાવ્યા સાઈબિરિયન પક્ષી

યોગીના મંત્રીએ પ્રિયંકા ગાંધીને ગણાવ્યા સાઈબિરિયન પક્ષી

પ્રિયંકા ગાંધીના પ્રસ્તાવિત અયોધ્યા પ્રવાસ પર સવાલ ઉઠાતા મોહસિન રઝાએ કહ્યુ કે જો ભગવાન રામના અસ્તિત્વને જ નકારે છે તે અયોધ્યા કેવી રીતે આવી રહ્યા છે. મોહસિન રઝાએ પ્રિયંકા ગાંધી પર હુમલો કરતો કહ્યુ કે પિકનિક બનાવો, દરેક જગ્યાએ પીએમ મોદીદ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો જોવા મળશે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીનો અયોધ્યા પ્રવાસ 27 માર્ચના રોજ પ્રસ્તાવિત છે.

દીપોત્સવના સમયે પણ એક કોંગ્રેસી ત્યાં ન ગયો - મોહસિન રઝા

દીપોત્સવના સમયે પણ એક કોંગ્રેસી ત્યાં ન ગયો - મોહસિન રઝા

મોહસિન રઝાએ કહ્યુ કે અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે. શ્રીરામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનાર કોંગ્રેસ અને તેમના નેતા અયોધ્યામાં શું શોધવા જઈ રહ્યા છે? મોહસિન રઝાએ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધતા કહ્યુ કે કુંભ ગયો, બરસાનાની હોળી જતી રહી ત્યારે ત્યાં કોઈ કોંગ્રેસી ન ગયા. મોહસિન રઝાએ કહ્યુ કે અયોધ્યામાં ઐતિહાસિક દીપોત્સવ કાર્યક્રમ મનાવવામાં આવ્યો તે વખતે પણ એક કોંગ્રેસી ત્યાં ન ગયા.

બાબરના અમુક નિશાન શોધવા જઈ રહી છે પ્રિયંકા ગાંધી

બાબરના અમુક નિશાન શોધવા જઈ રહી છે પ્રિયંકા ગાંધી

મોહસિન રઝાએ કહ્યુ કે હવે અયોધ્યા જઈને કોંગ્રેસના નેતા શું બતાવવા ઈચ્છે છે? તેમણે કહ્યુ કે મને લાગે છે કે પ્રિયંકા ગાંધીને બાબરની યાદ આવી ગઈ છે એટલા માટે બાબરના નિશાન શોધવા જઈ રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે હવે અહીં બાબરની કોઈ નિશાની નથી. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી અયોધ્યામાં એક રોડ શો પણ કરશે. જો કે હજુ સ્પષ્ટ નથી કે તે અયોધ્યામાં કોઈ ધાર્મિક સ્થળ પર જશે કે નહિ. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના સચિવ રાજેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યુ કે પ્રિયકા ગાંધી દિલ્લીથી ફૈઝાબાદ સુધી કેફિયત એક્સપ્રેસથી જશે અને આ ટ્રેન સવારે લગભગ 5.30 વાગે પહોંચશે.

આ પણ વાંચોઃ મુકેશ અંબાણીએ માઈક્રોસોફ્ટના સીઈઓને પછાડ્યાઆ પણ વાંચોઃ મુકેશ અંબાણીએ માઈક્રોસોફ્ટના સીઈઓને પછાડ્યા

English summary
BJP minister Mohsin Raza dig, Priyanka Gandhi a migratory Siberian bird
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X