For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શત્રુઘ્ન સિન્હાને મોટો ઝટકો, ખતમ થયુ 'VIP' સ્ટેટસ, જાણો કેમ?

પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ સામે ઘણી વાર બાગી વલણ અપનાવનાર ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હાને મોટો ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ સામે ઘણી વાર બાગી વલણ અપનાવનાર ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હાને મોટો ઝટકો લાગ્યો છે. પટના એરપોર્ટ પર શત્રુઘ્ન સિન્હાને હવે અતિ વિશિષ્ટ વ્યક્તિ રૂપે સુરક્ષા તપાસમાંથી છૂટ નહિ મળે. એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે આ વિશે જાણકારી આપતા કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાંસદ શત્રુઘ્ન સિન્હાએ પટના એરપોર્ટ પર હવે 'વીઆઈપી' માનવામાં નહિ આવે. તમને જણાવી દઈએ કે બિહારની પટના સાહેબ સીટ પરથી લોકસભા સાંસદ શત્રુઘ્ન સિન્હા ઘણીવાર પોતાની જ પાર્ટી ભાજપ માટે બાગી વલણ અપનાવતા રહે છે. ઘણી વાર તેમના નિશાના પર પીએમ નરેન્દ્ર મોદી પણ આવી ચૂક્યા છે.

કેમ ખતમ થયુ 'VIP' સ્ટેટસ?

કેમ ખતમ થયુ 'VIP' સ્ટેટસ?

પટનાના જયપ્રકાશ નારાયણ એરપોર્ટના નિર્દેશક રાજેન્દ્ર સિંહ લાહોરિયાએ જણાવ્યુ, ‘શત્રુઘ્ન સિન્હાને વીઆઈપી સ્ટેટસ હેઠળ પોતાના વાહન અંદર સુધી લાવવા અને સુરક્ષા તપાસમાંથી છૂટ મળેલ હતી. શત્રુઘ્ન સિન્હાને વીઆઈપી સ્ટેટસ હેઠળ આ બધી સુવિધાઓ એક સમયગાળા માટે મળેલી હતી જે જૂન 2018માં ખતમ થઈ ગઈ. એરપોર્ટ ઓથોરિટીએ આ સમયગાળો વધારવા માટેનો કોઈ પણ આદેશ હજુ સુધી મળ્યો નથી એટલા માટે શત્રુઘ્ન સિન્હાને હવે અતિ વિશિષ્ટ વ્યક્તિ રૂપે એરપોર્ટ પર સુરક્ષા તપાસમાંથી છૂટ નહિ મળે.'

‘જોરદાર ઈજા.... છેવટે સત્યની જીત થઈ'

‘જોરદાર ઈજા.... છેવટે સત્યની જીત થઈ'

ઉલ્લેખનીય છે કે શત્રુઘ્ન સિન્હા ઘણીવાર પોતાના નિવેદનોથી ભાજપ માટે મુશ્કેલીઓ ઉભી કરે છે. હાલમાં જ પૂર્ણમ થયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ શત્રુઘ્ન સિન્હાએ પોતાની જ પાર્ટી પર નિશાન સાધતા ટ્વિટ કર્યુ, ‘કહીં ખુશી કહીં ગમ! શું મે તમને ચેતવ્યા નહોતા? શું સત્ય સામે નથી આવતુ? જોરદાર ઈજા... છેવટે સત્યની જીત થઈ. બધા લોકોને જીતની હાર્દિક શુભકામનાઓ!' શત્રુઘ્ન સિન્હાએ વધુ એક ટ્વિટ કરતા લખ્યુ, ‘સરજી! હવે કૃપા કરીને બતાવો કે કોણ ‘પપ્પુ' અને કોણ અસલી ‘ફેંકુ' બની ગયા. આપણા ચાર્મિંગ રાહુલ ગાંધીએ એક વાર ફરીથી પોતાના કરિશ્મા લોકોને બતાવી દીધો. સરજી, તાલી કેપ્ટનને તો ગાલી પણ કેપ્ટનને!' રાહુલ ગાંધી તમે આવુ નથી વિચારતા?'

કોંગ્રેસ કે આરજેડીની ટિકિટ પર લડી શકે છે આગામી ચૂંટણી

કોંગ્રેસ કે આરજેડીની ટિકિટ પર લડી શકે છે આગામી ચૂંટણી

શત્રુઘ્ન સિન્હાએ પીએમ મોદીને તેમના ‘કોંગ્રેસની વિધવા' વાળી ટિપ્પણી પર ઘેરતા લખ્યુ, ‘અને તેમની મા જેમને તમે આવા નામથી બોલાવ્યા જે ગેરબંધારણીય, અનૈતિક અને ગેરકાયદેસર છે, એક સૌથી અપમાનજનક શબ્દ - વિધવા, એ એક મોટી વાત સાબિત કરી દીધી? આ ટિપ્પણીની નિંદા કરવામાં આવી છે અને નિશ્ચિત રીતે કોઈએ પણમ આની પ્રશંસા કરી નથી.' શત્રુઘ્ન સિન્હા લાંબા સમયથી પીએમ મોદી માટે બાગી વલણ અપનાવી રહ્યા છે. તેમને માટે ચર્ચા છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં તે બીજી કોઈ પાર્ટીમાંથી ચૂંટણી લડી શકે છે. હાલમાં જ શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસ નેતા શશિ થરૂરના એક પુસ્તક વિમોચનના પ્રસંગે તિરુવનંતપુરમમાં હતા. કાર્યક્રમમાં શશિ થરૂરે કહ્યુ કે અમારા પક્ષમાં શત્રુઘ્ન સિન્હા જેવા એક હીરોની જગ્યા ખાલી છે. રાજકીય ગલીઓમાં ચર્ચા છે કે શત્રુઘ્ન સિન્હા 2019ની ચૂંટણી કોંગ્રેસ કે આરજેડીની ટિકિટ પર લડી શકે છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનની જેલોમાં બંધ 537 ભારતીય કેદીઓ, વિદેશ મંત્રાયલે આપી જાણકારીઆ પણ વાંચોઃ પાકિસ્તાનની જેલોમાં બંધ 537 ભારતીય કેદીઓ, વિદેશ મંત્રાયલે આપી જાણકારી

English summary
BJP MP Shatrughan Sinha No Longer A VIP At Patna Airport of Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X