For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે રજૂ કર્યું મોદી સરકારના 50 દિવસનો રિપોર્ટ કાર્ડ, જાણો શું છે ખાસ

ભાજપે રજૂ કર્યું મોદી સરકારના 50 દિવસનો રિપોર્ટ કાર્ડ, જાણો શું છે ખાસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નરેન્દ્ર મદી નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારના 50 દિવસ પૂરા થઈ ચૂક્યા છે. આ અવસર પર શુક્રવારે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમના 50 દિવસની ઉપલબ્ધિઓનું રિપોર્ટ કાર્ડ સામે રાખ્યું. ભાજપ હેડક્વાર્ટરમા આયોજિત પ્રેસ કોન્ફ્રેન્સમાં નડ્ડાએ કહ્યું કે અત્યાર સુધી અને 100 દિવસની અમારી પ્રોગ્રેસ રિપોર્ટ રાખતા હતા, પરંતુ પીએમ મોદીએ 50 દિવસમાં જ પોતાની સરકારના કામની જાણકારી આપાનો ફેસલો લીધો છે.

 50 દિવસનો રિપોર્ટ કાર્ડ

50 દિવસનો રિપોર્ટ કાર્ડ

જેપી નડ્ડાએ કહ્યું કે મોદી સરકારે પાછલા પચાસ દિસમાં જે ફેસલા લીધા છે, તે ભવિષ્ય માટે સારા સંકેત આપી રહ્યા છે. તેમણે કહ્યું કે પાછલા 50 દિવસમાં લેવાયેલા ફેસલા પાછલા 50 વર્ષના ફેસલાથી સારા છે. જે દેશના વિકાસમાં મીલનો પથ્થર સાબિત થશે. મોદી સરકારને ખેડૂત, મજૂર અને કમજોર વર્ગના લોકો માટે સમર્પિત ગણાવ્યું. તેમણે કહ્યું કે અમે દેશના 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવાના લક્ષ્યની સાથે વિકાસના રસ્તા પર ચાલવાનો ફેસલો લીધો છે.

ગ્રામ સડક યોજના

ગ્રામ સડક યોજના

જેપી નડ્ડાએ જણાવ્યું કે જળથી લઈ ચાંદ સુધી કરવામાં આવેલ ફેસલા અને ગામ, ગરીબ, ખેડૂત, મજૂર, વ્યવસાયી, નાના દુકાનદારો જે લાંબા સમય સુધી વંચિત રહ્યા તેમને મુખ્ય ધારામાં સામેલ કરતા અમે કેવી રીતે દેશને આગળ લઈ જઈ શકીએ છીએ તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર સમર્પિત રહી છે. સરકાર દ્વારા 2024 સુધી તમામ ઘરોને સાફ પીવાનું પાણી પહોંચાડવાનો ફેસલો લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગામોની કનેક્ટિવિટીને સારી બનાવવા માટે 1.25 લાખ કિમી રસ્તો બનાવવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે.

ભ્રષ્ટાચારીઓને રિટાયર કરી દેવાયા

ભ્રષ્ટાચારીઓને રિટાયર કરી દેવાયા

જેપી નડ્ડાએ કહ્યું કે ભારત સરકારે ભ્રષ્ટાચારના આોપોમાં ઘેરાયેલા કેટલાય આઈઆરએસ અધિકારીઓને સમય પહેલા જ રિટાયર કરી દીધા છે. આ મોદી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી ઝીરો ટોલરેન્સની નીતિ દેખાડે છે. જ્યારે તપાસ એજન્સીઓને તાકાત મળે, આના માટે એનઆઈએ સંશોધન બિલ લાવવામાં આવ્યું. એનઆઈએ હવે દેશમાં પણ ભારત વિરુદ્ધના આતંકી મામલાની તપાસ કરી શકશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, સરકાર આગામી 5 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે, રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ થશે.

3000 રૂપિયા સુધીનું પેન્શન

3000 રૂપિયા સુધીનું પેન્શન

જેપી નડ્ડાએ સરકારની કેટલીય યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે 2022 સુધી 1 કરોડ 95 લાખ ઘર સુધી ગેસ, શૌચાલય અને જળની ઉપલબ્ધતાનો વાયદો છે. મજૂરોને રિટાયરમેન્ટ બાદ 3000 રૂપિયા સુધીનું પેન્શન આપવાના ફેસલાના પણ તેમણે વખાણ કર્યાં. તેમણે કહ્યું કે ચિટફંડ જેવી સ્કીમોથી ગરીબોને બચાવવા માટે પણ ફેસલો લેવામાં આવ્યો છે. ખેડૂતોને લાગતથી દોઢ ગણા ટેકાના ભાવ આપવાના ફેસલા અન્નદાતાઓના હિસાબે બહુ મહત્વના છે.

નાના દુકાનદારોને ફાયદો

તેમણે જણાવ્યું કે નાના દુકાનદારો કે જેમનું વાર્ષિક ટર્નઓવર 1.5 કરોડ હશે. તેમને પ્રધાનમંત્રી માનધન યોજના સાથે જોડવામાં આવશે. આ ફેસલાથી 3 કરોડ નાના વેપારીઓને લાભ મળશે. લોકસભા અને રાજ્ય સભાની પ્રોડક્ટિવિટીમાં ભારે વધારો થઈ રહ્યો છે. આ રાજનૈતિક ઈચ્છા શક્તિને કારણે જ શક્ય થઈ રહ્યું છે.

ગુરુકુળમાં ભણતા બે બાળકોની મોત મામલે આસારામ અને નારાયણ સાંઈને ક્લીન ચિટગુરુકુળમાં ભણતા બે બાળકોની મોત મામલે આસારામ અને નારાયણ સાંઈને ક્લીન ચિટ

English summary
BJP presents 50-day report card of Modi government, know what is special.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X