ભાજપે જેલ ભરો આંદોલન કર્યું સ્થગિત

ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે સંવાદદાતાઓને કહ્યું હતું કે 'છત્તીસગઢમાં નક્સલીઓના ઘાતક હુમલામાં કોંગ્રેસના કેટલાક નેતાઓ મોતને ભેટ્યા છે. અમે આ હુમલાની આકરી ટિકા કરીએ છે. આ ભારત અને લોકતંત્ર પર મોટો હુમલો છે. આ હુમલાના કારણે અમે યુપીએ સરકારની નિષ્ફળતાઓ વિરૂદ્ધ 27 મેથી 2 જૂન સુધી યોજાનાર જેલ ભરો આંદોલનને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
તેમને કહ્યું હતું કે પાર્ટીની કાર્યકારણીની બેઠક ગોવામાં થવાની છે અને ત્યાં આગળ પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આજે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહના નેતૃત્વમાં બેઠક થઇ હતી અને તેમાં નક્સલી હિંસાના કારણે દેશ અને લોકતંત્ર સામે ઉભા થયેલા પડકારને લઇને ચર્ચા કરવામાં આવી હતી. તેમને કહ્યું હતું કે 'રાજનાથ સિંહ હુમલામાં ઇજા પામેલા વરિષ્ઠ નેતા વિદ્યાચરણ શુક્લના ખબર અંતર પુછવા માટે ગુડગાવના હોસ્પિટલમાં ગયા હતા.












Click it and Unblock the Notifications
