રાહુલના આરોપો પર BJP કહ્યું: રાહુલને "નમો" મેનિયા છે

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાતના મહેસાણા ખાતે એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો કે તેમણે સહારા અને બિરલાથી પૈસા લીધા છે. આ આરોપો પર ભારતીય જનતા પાર્ટી નેતા શ્રીકાંત શર્માએ જણાવ્યું કે રાહુલ ગંભીર નેતા નથી તે ખોટું બોલીને પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસને આદત પીએમ મોદી પર ખોટા ખોટા આરોપો લગાવવાની. વધુમાં તેમણે કહ્યું કે રાહુલ એક પાર્ટ ટાઇમ નેતા છે અને તે ગંભીર રાજનૈતિક નેતા બિલકુલ નથી.

bjp


શ્રીકાંતે કહ્યું કે રાહુલ ગાંધીને મોદીફોબિયા થઇ ગયો છે. અને તેમને "નમો"નિયા છે. નોંધનીય છે કે ગુજરાતના મહેસાણામાં આજે યોજવામાં આવેલી રેલીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો કે સહારાએ 6 મહિનામાં 9મી વાર પીએમ મોદીને પૈસા આપ્યા છે. કેમ છેલ્લા દોઢ વર્ષથી મોદીના પૈસાની તપાસ નથી થઇ? વધુમાં રાહુલે કહ્યું કે બિરલાના રેકોર્ડમાં પણ સાફ સાફ લખવામાં આવ્યું છે કે 25 કરોડ રૂપિયા સીએમ મોદીને આપ્યા. તેમાં 12 કરોડની આગળ પ્રશ્નાર્થ છે. તેનો મતલબ શું?

English summary
bjp said it has become their cong habit level baseless allegations against pm modi.
Please Wait while comments are loading...