UPA વિરૂદ્ધ ભાજપે તૈયાર કરી ચાર્જશીટ, 21 સૌથી મોટા ગોટાળાનો ખુલાસો

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટી (ભાજપે) પોતાનું ઘોષણાપત્ર જાહેર કરતાં પહેલાં શુક્રવારે કોંગ્રેસ નીત યુપીએ શાસન વિરૂદ્ધ 'આરોપ પત્ર' રજૂ કર્યું છે. તેમાં યુપીએના દસ વર્ષના શાસનકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર, ગોટાળા અને અર્થવ્યવસ્થાના ગેરવહિવટનો ખુલાસો કર્યો છે.

પાર્ટીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આજે એક પત્રકાર પરિષદ દરમિયાન યુપીએ સરકારના ગોટાળા પર ભાજપની ચાર્જશીટ રજૂ કરી. આ ચાર્જશીટમાં કોંગ્રેસના સૌથી મોટા 21 ગોટાળાનો ઉલ્લેખ કર્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે કોંગ્રેસે આ ગોટાળાની તપાસ હજુ સુધી થવા દિધી નથી.

તો બીજી તરફ, વડાપ્રધાન કાર્યાલાય (પીએમઓ)ની ગરિમા ઘટાડવા માટે મનમોહન સિંહને જવાબદાર ગણાવ્યા છે. પીએમઓની ગરિમાને નુકસાન પહોંચાડવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ જવાબદાર છે.

રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે યુપીએ વધુ યુપીએ 2ના શાસનકાળ દરમિયાન અગણિત ગોટાળા થયા. પરંતુ કોંગ્રેસે ક્યારેત પણ તેની ગંભીરતાપૂર્વક તપાસ કરાવી નથી. કોંગ્રેસ રાજમાં ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા. યુપીએના રાજમાં મોંઘવારી અને બેરોજગારી વધી. ભાજપના નેતાએ યુપીએના શાસન દરમિયાન થયેલા આ બધા ગોટાળા પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે જવાબ માંગ્યો છે.

મુખ્ય આરોપો વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

ભાજપે જાહેર કર્યું આરોપ પત્ર

ભાજપે જાહેર કર્યું આરોપ પત્ર

ભાજપનું કહેવું છે કે યુપીએ સરકારન રક્ષા ઉપકરણોની ખરીદમાં ગુણવત્તાને નજર અંદાજ કરવામાં આવી છે. આથે જ ગત પાંચ વર્ષોમાં ભારતના કેટલાય હવાઇ જહાજ તથા સબમરીન અકસ્માતોનો ભોગ બની.

ભાજપે જાહેર કર્યું આરોપ પત્ર

ભાજપે જાહેર કર્યું આરોપ પત્ર

યુપીએ સરકારે ગત પાંચ વર્ષોમાં ગોટાળાઓની તપાસ થવા દિધી નહી.

ભાજપે જાહેર કર્યું આરોપ પત્ર

ભાજપે જાહેર કર્યું આરોપ પત્ર

સોનિયા અને રાહુલ ગાંધીએ વડાપ્રધાન પદની ગરિમાને ઘટાડી છે.

ભાજપે જાહેર કર્યું આરોપ પત્ર

ભાજપે જાહેર કર્યું આરોપ પત્ર

આતંકવાદના મુદ્દે યુપીએ સરકારની વિદેશ નીતિ એકદમ ખરાબ રહી, જેના લીધે બોર્ડર પર તમામ સૈનિકોને આપણે ગુમાવી દિધા.

ભાજપે જાહેર કર્યું આરોપ પત્ર

ભાજપે જાહેર કર્યું આરોપ પત્ર

વિદર્ભ પેકેજના નામ પર ખેડૂતોના જીવન સાથે ખિલવાડ કર્યો. ખેડૂતો દ્વારા કરવામાં આવતી આત્મહત્યા માતે ફક્ત યુપીએ સરકાર જવાબદાર છે.

English summary
BJP spokesperson Ravi Shankar Prasad along with others released a charge-sheet against UPA government which is full of allegations on various issues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X