For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હરિયાણામાં ભાજપને જીતાડો, બિહારી દુલ્હન મેળવો'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

op-dhankar
ગુડગાંવ, 7 જૂલાઇ: સરકાર બન્યા પછી બકવાસ કરવાના મુદ્દે ભાજપના નેતા બધાને પાછળ છોડવા લાગ્યા છે. મુંબઇમાં ભાજપના નેતા આશીષ સલારેના 5 રૂપિયામાં ભરપેટ ખાવાના નિવેદન બાદ ઉદભવેલા રાજકીય વાવાઝોડું અટક્યું નથી ત્યારે બીજા એક ભાજપના નેતાએ શરમજનક નિવેદન આપી દિધું છે.

નરેન્દ્ર મોદીના અંગત અને ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ ધનખડે એવું નિવેદન આપી દિધું છે, જેથી દેશમાં થૂ-થૂ થઇ રહી છે. પ્રકાશ ધનખડે શુક્રવારે નિવેદનમાં કહ્યું કે જો ભાજપની સરકાર હરિયાણામાં આવે છે, તો હરિયાણાના કુંવારા છોકરાઓના લગ્ન બિહારની છોકરીઓ સાથે કરાવશે. પ્રકાશ ધનખડ અહીં સુધી અટકાવ્યા નહી તેમને આગળ કહ્યું કે જો ભાજપની સરકાર હરિયાણામાં આવે છે, તો હરિયાણાના કુંવારા છોકરાઓના લગ્ન બિહારની છોકરીઓ સાથે કરાવશે. પ્રકાશ ધનખડ અહીં જ અટકાયા નહી તેમણે આગળ કહ્યું કે બિહારમાં સુશીલ મોદી મારા મિત્ર છે હું સારી રીતે કુંવારાઓના લગ્ન કરાવીશ. તેમણે કહ્યું કે હરિયાણામાં કોઇ કુંવારું રહેશે નહી.

અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણામાં સેક્સ રેશિયો દેશમાં સૌથી ઓછો છે અને અહીં મોટી સંખ્યામાં છોકરાઓ કુંવારા રહી જાયા છે. 2011ની વસ્તી ગણતરીના અનુસાર હરિયાણામાં 1000 પુરૂષોની સરખામણીએ 879 મહિલાઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ પોતાની મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી'ની મહત્વપૂર્ણ જવાબદારી પ્રકાશ ધનખડેને સોંપી હતી.

પ્રકાશ ધનખડના આ નિવેદનની પૂર્વાચલની સંસ્થાઓએ આકરી ટીકા કરી છે. સાથે જ તેમણે પ્રકાશ ધનખડને 24 કલાકની અંદર માફી માંગવાનું અલ્ટિમેટમ આપ્યું છે. પૂર્વાચલની કેટલીક સંસ્થાઓએ માફી ન માંગતા પ્રકાશ ધનખડનું પૂતળૂ સળગાવવાની જાહેરાત કરી છે.

આ સંગઠનોનું કહેવું છે કે પ્રકાશ ધનખડના નિવેદનથી કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હરિયાણાના વિકાસમાં બિહારના મૂળ લોકો કામ કરી રહ્યાં છે. ભાજપના નેતાના નિવેદનથી ગુસ્સે ભરાયેલા છે.

જેડીયૂ નેતા શરદ યાદવે તેમની આકરી ટીકા કરી છે. તેમણે પ્રકાશ ધનખડને ફાલતૂ આદમી ગણાવ્યા. શરદ યાદવે કહ્યું કે આ પ્રકારના નિવેદનને મહત્વ આપવાની જરૂરિયાત નથી. શરદ યાદવે કહ્યું કે લગ્ન પરસ્પર સહમતિથી થાય છે કોઇ બળજબરીપૂર્વક કરાવતું નથી.

English summary
A Bharatiya Janata Party (BJP) leader kicked up a controversy on Saturday by saying the party would get girls from Bihar to ensure that all men in the state could get married.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X