For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજેપીનો યુપી પ્લાન તૈયાર, મોદી કાનપુરથી કરશે શંખનાદ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર : ઉત્તર પ્રદેશમાં બીજેપીનો મિશન 2014નો પ્લાન મોદી તૈયાર થઇ ગયો છે. 15 ઓક્ટોબરના રોજ કાનપુરમાં બીજેપીના પીએમ ઇન વેઇટિંગ નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં પહેલી વાર ચૂંટણી શંખનાદ કરશે. કાનપુરમાં મંચ પર તેમની સાથે રાજનાથ સિંહ પણ હશે.

બીજી રેલી 25 ઓક્ટોબરના રોજ ઝાંસીમાં થશે અને ત્રી 8 નવેમ્બરના રોજ બહરાઇચમાં થશે. મંગળવારે યુપી બીજેપીને કોર ગ્રુપની બેઠકમાં પાર્ટીએ નક્કી કર્યું હતું કે રાજ્યના 8 જિલ્લામાં 8 મોટી રેલિઓ અને અંતમાં લખનઉમાં એક મહારેલીનું આયોજન કરવામાં આવશે.

કોર ગ્રુપની બેઠક બાદ બીજેપી મહાસચિવ અને યુપીના પ્રભારી અમિત શાહને જવાબદારી સોંપાઇ હતી કે તેઓ નરેન્દ્ર મોદી સાથે વાત કરીને કાર્યક્રમની તારીખોને અંતિમ રૂપ આપે. સૂત્રોનું માનીએ તો મોદીની વધતી લોકપ્રિયતામાં વટાવવા માટે તેમની પાર્ટી 20 કરતા વધારે રેલીઓનું આયોજન કરી શકે છે.

narendra modi
મોદીના કાશી, મથુરા અને અયોધ્યાથી શરૂઆત નહી કરી સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે યુપીમાં પાર્ટીનો એજેન્ડા શું હશે. મુઝફ્ફરનગરની ઘટના અને બીજેપી વિધાયકોની સામે કેસ દાખલ કર્યા બાદ પાર્ટીને લાગવા લાગ્યું છે કે જો ધ્રુવીકરણ આવી રીતે જ થતુ રહ્યું તો ચૂંટણીમાં ફાયદો થઇ જશે. માટે બીજેપી જૂના મુદ્દાઓ નથી ઉખાડી રહી.

અમિત શાહ ભલે અયોધ્યા ફરીને આવ્યા હોય પરંતુ એવો કોઇ સંદેશ નથી આપ્યો કે રામ મંદિર ચૂંટણી એજન્ડા હશે. હવે નજરો મોદી ટકેલી છે કે તેઓ વિકાસના જે મોડેલની દરેક સભામાં વાત કરતા આવ્યા છે તે મૂડ ઉત્તરપ્રદેશમાં બદલાય છે કે નહીં.

English summary
BJP's plan UP is ready, Naredra Modi will start from Kanpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X