મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવો: રામદેવ

બાબા રામદેવે એક પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે જો ભાજપા પોતાની પ્રાથમિકતાઓ બદલે છે અને આગામી લોકસભાની ચુંટણીમાં નરેન્દ્ર મોદીને પોતાના નેતાના રૂપમાં રજૂ કરવા અંગે વિચારે છે તો તેના માટે કેટલીક સંભાવનાઓ અને જગ્યા છે.
બાબા રામદેવે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એક એવા જબરજસ્ત નેતાના રૂપમાં ઉભરી આવ્યાં છે જે વિકાસ અને સાહસનું પ્રતિક બની ગયા છે તથા ક્યારેય ભ્રષ્ટાચાર સહન ન કરી લેવાની તેમની નિતી છે, પરંતુ તેમને નેતાના રૂપમાં રજૂ કરવા માટે અંતિમ નિર્ણય ભાજપ અને સંઘે કરવાનો છે.
બાબા રામદેવે કહ્યું હતું કે આજે દેશનું નેતૃત્વ સંકટનો સામનો કરી રહ્યું છે અને લોકો રાજકારણમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે રાજકીય પક્ષોના બદલે વ્યક્તિ તરફ જોઇ રહ્યાં છે.
બાબા રામદેવે કહ્યું હતું કે અમારું માનવું છે કે આવું થશે અને આ દિશામાં લોકસભાની ચુંટણી નિર્ણાયક થશે. તેમને આરોપ લગાવ્યો હતો કે સરકાર ભ્રષ્ટાચાર અને કાળા ધનના મુદ્દે તાર્કિક અંજામ સુધી લઇ જઇ શક્યા નહી. બાબા રામદેવે કહ્યું હતું કે કોંગ્રેસને કેન્દ્રમાં આગામી સરકાર બનાવવા માટે તક મળશે નહી કારણ કે તેને લોકોને દગો આપ્યો છે. રામદેવે કહ્યું હતું કે કોંગ્રેસ જનતાનો વિશ્વાસ ગુમાવી ચુકી છે. કરોડો રૂપિયાના કેટલાય ગોટાળા પ્રકાશમાં આવ્યા છે માટે લોકો કોંગ્રેસને વોટ આપશે નહી.












Click it and Unblock the Notifications
