• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગડકરીએ જેઠમલાણીને મોદીના કારણે સસ્પેંડ કર્યા !

By Kumar Dushyant
|
ram-jethmalani
નવી દિલ્હી, 26 નવેમ્બર: ભાજપના રામ જેઠમલાણી વિરૂદ્ધ પગલાં ભરતાં આજે તેમને પાર્ટીમાંથી સસ્પેંડ કરવામાં આવ્યાં છે. રામ જેઠમલાણીએ સીબીઆઇ પ્રમુખની નિયુક્તિના મુદ્દાને ભાજપને પડકાર ફેંક્યો હતો. જેને લઇને ભાજપે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.

ભાજપે કહ્યું હતું કે આ ગેરશિસ્ત છે. વિદ્રોણનું વલણ અપનાવનાર રામ જેઠમલાણીએ તાજેતરમાં પાર્ટીના અધ્યક્ષ નિતિન ગડકરી વિરૂદ્ધ મોરચો માંડતા તેમના રાજીનામાની માંગણી કરી હતી. તેમને કહ્યું હતું કે મારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની કોઇનામાં હિંમત નથી. રંજીત સિંહાને સીબીઆઇના નવા નિર્દેશક તરીકે નિમવામાં આવતાં તેમને ભારે ટીકા કરતાં ભાજપ પર પ્રહારો કર્યા હતા. જેના પરિણામે સ્વરૂપે તેમને આ ફળ ભોગવવાનો વારો આવ્યો છે.

ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે રામ જેઠમલાણીને લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી વિરૂદ્ધ વડાપ્રધાન મનમોહન સિંહને લખેલા પત્રમાં તેમનો વિરોધ કર્યો હતો. તથા સીબીઆઇ નિર્દેશકની નિમણૂકને સ્થગિત રાખવાની માંગણી કરી હતી.

રામ જેઠમલાણીની માંગણી કોંગ્રેસની મદદ કરવા માટેની હતી. શાહનવાઝ હુસૈને કહ્યું હતું કે આ ગેરશિસ્ત ભર્યું કામ હતું. ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીએ તેમની ટિપ્પણી અને તેમના નિવેદનને ગંભીરતા પૂર્વક લેતાં રામ જેઠમલાણીને પાર્ટીમાંથી સસ્પેંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રામ જેઠમલાણી રાજ્યસભાના સભ્ય છે માટે તેમને સસ્પેંડ કરવાની કાર્યવાહીને આગળ વધારવા માટે ભાજપની સંસદીય બોર્ડની બેઠક યોજાશે. રામ જેઠમલાણીએ મુંબઇમાં કહ્યું હતું કે પાર્ટીમાં કેટલાક લોકો તેમના વિચાર સાથે સહમત છે પરંતુ કેટલાક લોકોમાં જ ક્ષમતા છે કે તે પોતાના વિચારને સાર્વજનિકરૂપથી રજૂ કરી શકે.

રામ જેઠમલાણીએ સ્પષ્ટ કર્યું હતું કે રંજીત સિંહાની નિમૂણક મુદ્દે તેમના પોતાના વિચારો છે ભાજપના નથી હું એક નાનો વ્યક્તિ છું. મુંબઇમાં એક પત્રકારના પુસ્તકના વિમોચન સમયે તેમને કહ્યું હતું કે મારા વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવે તો હું તેનું સ્વાગત કરીશ. પરંતુ મને લાગતું નથી કે મારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની કોઇ હિંમત કરે. રામ જેઠમલાણીએ સીબીઆઇ નિર્દેશકની ટીકા કરતાં કહ્યું હતું કે સરકારના નિર્ણયે રાષ્ટ્રીય મુશ્કેલી ટાળી છે.

કોંગ્રેસ પ્રવક્તા રશિદ અલ્વીએ કહ્યું હતું કે રામ જેઠમલાણીને સસ્પેંડ કરવાનો નિર્ણય ભાજપનો આંતરિક મુદ્દો છે. શુત્રુધ્ન સિંહા અને યશવંત સિંહા દ્રારા નિતિન ગડકરીના રાજીનામાની માંગણી કરી હતી તેને ગંભીરતાથી લેવી જોઇએ.જેના દ્રારા ખબર પડે છે કે ભાજપની અંદર બધુ બરોબર ચાલી રહ્યું નથી. એક ટુકડી નિતિન ગડકરી સાથે છે તો બીજી ટુકડી મોદીની વકિલાત કરી રહ્યાં છે. જે પણ હોઇ જોઇએ કે આ વર્ચસ્વની લડાઇમાં બાજી કોના હાથ લાગે છે કારણ કે નિતિન ગડકરી સર્વેસર્વા છે તો બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સાખ દાવ પર લાગી છે. જો ભાજપ ગુજરાતમાં સત્તા મેળવે છે તો નરેન્દ્ર મોદીનું કદ નિતિન ગડકરી કરતાં મોટું થઇ જશે જેના લીધે આવનાર સમયમાં ભાજપમાં ઘણા મોટા પરિવર્તન થવાની સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે જાણીતા વકિલ અને સાંસદ રામ જેઠમલાણીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેંડ કરવામાં આવ્યાં છે. પાર્ટી પ્રવક્તા શાહનવાઝ હુસૈને આ જાણકારી મીડિયાને આપી હતી. જે અંગે આજે ઔપચારિક જાહેરાત થઇ શકે છે.

English summary
Cracking the whip, BJP on Sunday suspended Ram Jethmalani with immediate effect for daring the party to act against him on the CBI chief's appointment issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more