જયરામ ઠાકુર બનેશ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી

Written By:
Subscribe to Oneindia News

હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપના નેતા જયરામ ઠાકુરના નામની જાહેરાત કરવામાં આવી હતી. બધા ધારાસભ્યો દ્વારા તેમના નામ પર સંમતિ વ્યક્ત કરતા તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ અંગેની જાહેરાત કરતા નરેન્દ્ર તોમરે જણાવ્યુ હતુ કે જયરામને તમામ ધારાસભ્યોઓની બેઠકમાં સર્વસંમતિથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જયરામ ઠાકુર ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમની પાસે રાજકારણનો લાંબો અનુભવ પણ છે. આ તમામ વાતને જોતા તેમની પસંદગી કરવામાં આવી છે.

Jayram Thakur

નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ભાજપની 44 બેઠકો સાથે જીત થઈ હતી. ત્યારથી જ તેના મુખ્યમંત્રીના નામની અટકળો ચાલુ થઈ ગઈ હતી. આ રેસમાં જયરામ ઠાકુર અને જે.પી. નડ્ડા સૌથી આગળ હતા. રવિવારે ચૂંટાયેલા તમામ નવા ધારાસભ્યોની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં અંતે જયરામ ઠાકુરના નામ પર મોહર મારવામાં આવી છે.

English summary
BJP to announce new CM of Himachal Pradesh. Two central observer announces Jayram Thakur the new CM.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.