હિમાચલના નવા મુખ્યમંત્રીનું નામ થઈ શકે છે આજે જાહેર

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જેમ ભાજપે હિમાચલ પ્રદેશમાં પણ જીત મેળવી હતી. પરંતુ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે નામ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. આ રેસમાં જે.પી. નડ્ડા અને જયરામ ઠાકુર સૌથી આગળ છે. રવિવારે પ્રેમકુમાર ધુમલે પોતે મુખ્યમંત્રીની રેસમાંથી બહાર છે તે અંગેની સ્ષટતા કરી હતી. આજે તમામ નવનિયુક્ત ધારાસભ્યો સાથે બેઠક કરીને પોતાના નવા મુખ્યમંત્રીની પસંદગી કરશે. આ બેઠક પહેલા ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારામણ અને નરેન્દ્ર તોમરે તમામ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. પરંતુ તેમાં કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો.

BJP

ઉલ્લેખનીય છે કે, આ બેઠક પહેલાથી જ જયરામ ઠાકુરનું નામ આ રેસમાં આગળ જણાઈ રહ્યું છે. તો તેની સામે જે.પી.નડ્ડાના નામની જાહેરાત થાય તેવી પણ સંભાવનાઓ પ્રબળ બની રહી છે. ભાજપે હિમાચલ પ્રદેશની કુલ 68 સીટ માંથી 44 સીટો પોતાના કબજામાં કરી છે પરંતુ તેમના મુખ્યમંત્રીના દાવેદાર પ્રેમકુમાર ધુમલ તેમની સીટ પરથી હાર્યા હતા. ત્યારે જ તેમણે પોતાને મુખ્યમંત્રીની રેસમાંથી બહાર છે તેમ જણાવ્યુ હતું. પરંતુ રવિવારે તેમણે લેખિતમાં જણાવ્યુ હતું કે, આ ચૂંટણીમાં ભાજપે હિમાચલમાં જંગી જીત મેળવી છે. પરંતુ હું મારી સીટ પરથી હાર્યો છું. આથી હું પોતાને મુખ્યમંત્રીના રેસમાંથી બહાર કરુ છું.' તો હવે જોવાનું એ છે કે આજે થનારી બેઠકમાં હિમાચલના મુખ્યમંત્રીનું નામ નક્કી થાય છે કે હજી હિમાચલવાસીઓને તેમના મુખ્યમંત્રીની રાહ જોવી પડશે.

English summary
BJP to announce new CM of Himachal Pradesh key meet of leaders and MLA today. Two central observer to meet with MLA today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.