For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનો આરોપઃ પાયલટ અને વિદ્રોહી નેતાઓને કર્ણાટક શિફ્ટ કરવા માંગે છે ભાજપ

કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સચિન પાયલટ સહિત બાગી ધારાસભ્યોને કર્ણાટક શિફ્ટ કરવા માંગે છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાજસ્થાનમાં છેલ્લા 10 દિવસમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. આ દરમિયાન ગુરુવારે સામે આવેલા બે ઑડિયા ટેપથી રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસનો દાવો છે કે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત ધારાસભ્યોને ખરીદીને ગહેલોત સરકારને અસ્થિક કરવા માંગે છે. આના માટે કોંગ્રેસે શેખાવત પર એફઆઈઆર પણ કરાવી છે. આ ઉપરાંત કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સચિન પાયલટ સહિત બાગી ધારાસભ્યોને કર્ણાટક શિફ્ટ કરવા માંગે છે જેથી તેમને પોલિસ સહિત અન્ય કાર્યવાહીથી બચાવી શકાય.

sachin pilot

આ બાબતે કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ કહ્યુ કે શું કારણ છે કે સચિન પાયલટને રાજસ્થાન પોલિસ કરતા હરિયાણા પોલિસ પર ભરોસો છે? એક તરફ ભાજપના વકીલ હાઈકોર્ટમાં કહે છે કે પાયલટ અને બાકીના વિદ્રોહી ધારાસભ્ય કોંગ્રેસનો હિસ્સો છે તો બીજી તરફ એ જ ધારાસભ્ય ભાજપશાસિત હરિયાણામાં પોલિસની સુરક્ષામાં રહે છે. એસઓજીની ટીમ હરિયાણામાં આરોપી ધારાસભ્યના વૉઈસ સેમ્પલ લેવા ગઈ હતી ત્યારે તે હોટલમાંથી ભાગી ગયા. હવે એ વાત સામે આવી રહી છે કે વિદ્રોહી ધારાસભ્યોને ભાજપ કર્ણાટક લઈ જવાની કોશિશ કરી રહી છે.

ખેડાએ કહ્યુ કે બધા એ વાતના સાક્ષી છે કે 10 દિવસમાં ઘણી વાર લોકતંત્રની હત્યાનો પ્રયાસ ભાજપે કર્યો છે. હરિયાણા પોલિસે એસઓજીને આરોપી ધારાભ્યોના વૉઈસ સેમ્પલ લેવાથી રોકવામાં આવ્યા. આવુ ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી થયુ. ભાજપ આરોપી ધારાસભ્યને બચાવવા માટે ખટ્ટર સરકારનો ઉપયોગ કરી રહી છે. આ ધારાસભ્ય રાજસ્થાન અને કોંગ્રેસના છે પરંતુ હરિયાણા પોલિસ તેમને સુરક્ષા આપી રહી છે.

આ ઉપરાંત ધારાસભ્યોએ પણ હોટલમાંથી ભાગવાની કોશિશ કરી જેમના પર એફઆઈઆર નથી. આનાથી સ્પષ્ટ છે કે આ આખો ભાજપનો પ્લાન છે. વળી, કેસમાં રાજસ્થાનના મંત્રી રઘુ શર્માએ કહ્યુ કે હું ભાજપના ધારાસભ્યોને મુક્ત કરવાનો પડકાર આપુ છુ. મુક્ત થતા જ તે કોંગ્રેસમાં આવી જશે કારણકે ધારાસભ્યોને ખબર છે કે જો તે લોકો વેચાઈ જશે તો ચૂંટણીમાં જનતાનો સામનો નહિ કરી શકે.

'કરીબ' ફિલ્મના શૂટિંગ દરમિયાન હિરોઈન નેહાને વિધુ વિનોદ ચોપડાએ બચકુ ભરી લીધુ હતુ'કરીબ' ફિલ્મના શૂટિંગ દરમિયાન હિરોઈન નેહાને વિધુ વિનોદ ચોપડાએ બચકુ ભરી લીધુ હતુ

English summary
BJP trying to shift Rajasthan Mla and sachin pilot to Karnataka: Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X