ખડગેના આઝાદીની લડાઈ મુદ્દે નિવેદન બાદ સંસદમાં બીજેપીનો હંગામો, ખડગે નિવેદન પર અડગ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આઝાદીની લડાઈમાં બીજેપીનું કુતરુય મર્યુ નથી. હવે આ નિવેદનને લઈને સંસદમાં હંગામો થયો છે.
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આઝાદીની લડાઈને લઈને આવેલા નિવેદને વિવાદ છેડ્યો છે. આ વિવાદ હવે સંસદ સુધી પહોંચ્યો છે. રાજ્યસભામાં બીજેપીએ ખડગેના નિવેદનને લઈને હંગામો મચાવ્યો હતો અને માફીની માંગ કરી હતી. કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે માફીની માંગ કરતાં કહ્યું કે, ખડગેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. હું તેમના અભદ્ર ભાષણની સખત નિંદા કરું છું.

મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ સતત રાજનીતિ ગરમાઈ રહી છે ત્યારે હવે કેન્દ્રિયમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, આ ડુપ્લીકેટ કોંગ્રેસ છે. નકલી કોંગ્રેસ છે. આ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ પોતાના નિવેદન પર અડગ છે.
અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદીત નિવેદન આપતા કહ્યું હતું કે, આઝાદીની લડાઈમાં કોંગ્રેસના ઘણા નેતાઓએ જીવ આપ્યા, પરંતુ ભાજપના લોકોના ઘરેથી આઝાદીની લડાઈમાં એક કૂતરુ પણ મર્યુ નથી. ખડગેએ કહ્યું કે અમે દેશને આઝાદી અપાવી અને ઈન્દિરા અને રાજીવ ગાંધીએ દેશની એકતા માટે બલિદાન આપ્યું, તમે શું કર્યું?
આ મુદ્દે બીજેપી નેતા કિરણ રિજિજુએ કહ્યું કે, હું માની શકતો નથી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આટલા નીચા ઉતરીને આવી વાંધાજનક ટિપ્પણી કરી શકે છે. તેમણે રાજકીય પક્ષના નેતા તરીકે પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ. અમે દુશ્મન નથી, હરીફ છીએ. આ અરુચિકર, કમનસીબ અને બિનજરૂરી છે.
મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ ભાજપ સતત હુમલા કરી રહ્યું છે. આક્રમક બની ગયું છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે ખડગે સાહેબની પાર્ટી બધાને કૂતરા માને છે. મારા દાદા લગભગ 5 વર્ષ જેલમાં હતા અને કોંગ્રેસમાં હતા. કોંગ્રેસે આજ સુધી બધાને કુતરા સમાન ગણ્યા છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
