For Quick Alerts
For Daily Alerts
મોનસૂન સત્ર બાદ મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવશે ભાજપ: સૂત્રો
નવી દિલ્હી, 5 ઑગસ્ટ : ભારતીય જનતા પાર્ટી આજથી ચાલુ થયેલા સંસદના ચોમાસું સત્ર બાદ પ્રચાર અભિયાન સમિતિના પ્રમુખ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરશે. આ પ્રકારની માહિતી સૂત્રોએ આપી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોનસૂન સત્ર બાદ ભાજપા આ જાહેરાત કરી દેશે કે 2014માં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મોદી જ તેમના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે.
ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહ પહેલા જ સ્પષ્ટ સંકેત આપી ચૂક્યા છે કે પાર્ટી તરફથી મોદી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર છે. કહેવાય છે કે થોડા દિવસ પહેલા આરએસએસની બેઠકમાં પણ મોદીની ઉમેદવારી પર અંતિમ મોહર લાગી ગઇ. પાર્ટીનું માનવું છે કે મોદીની ઉમેદવારીની જાહેરાત પર હવે મોડું કરવું યોગ્ય નથી. રાજનાથ સિંહ કોંગ્રેસને પહેલા જ પૂછી ચૂક્યા છે કે તેમના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કોણ છે.
જ્યારે મોનસૂન સત્રના પહેલા દિવસે સોમવારે ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પ્રધાનમંત્રી મનમોહન સિંહ, નાણામંત્રી પી. ચિદમ્બરમ અને વિપક્ષના અન્ય નેતાઓ સાથે એક અનૌપચારિક વાર્તા કરી. કહેવામાં આવે છે કે અડવાણીએ પોતાની બદલાતી ભૂમિકાને લઇને ગૃહના નેતાઓ સાથે વાતચીત કરી.