For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીશું: અમિત શાહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

amit-shah
નવી દિલ્હી, 6 જુલાઇ: ચૂંટણી માટે કમર કસી ચૂકેલી ભાજપાએ ફરી એકવાર મંદિર રાગ આલાપ્યો છે. ઉત્તર પ્રદેશના ભાજપા પ્રભારી અમિત શાહ આજે અયોધ્યાના પ્રવાસ પર છે. અયોધ્યામાં તેમને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે આપણા બધાની એ ઇચ્છા છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને.

તેમને કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે. ભાજપાના મંદિર રાગ પર કેટલાક રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દિધું છે. જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે કહ્યું હતું કે મંદિર મુદ્દાનું સમાધાન કોર્ટના આદેશ કે લોકોની સહમતિથી થવું જોઇએ.

વામપંથી દળોએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે ભાજપા મંદિરના મુદ્દાના માધ્યમથી હિન્દુ વોટોનું ધ્રુવીકરણ કરવા માંગે છે. તે સમાજને વહેંચવાનું રાજકારણ કરી રહી છે. કોંગ્રેસ નેતા અખિલેશ સિંહે કહ્યું હતું કે મંદિર ભાજપાનો જૂનો મુદ્દો છે. તેમને આ મુદ્દા પર પરત ફરવું પડે તેમ હતું પરંતુ પ્રજા બધુ જોઇ રહી છે અને તે ચૂંટણીમાં તેમને પાઠ શિખવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બાબરી મસ્જિદ-રામ મંદિરનો મુદ્દો સુપ્રિમ કોર્ટમાં ચાલી રહ્યો છે.

English summary
Ahead of the upcoming General Elections, the Bharatiya Janata Party played the Ram Temple card when its general secretary said he wished the party will soon build a grand temple for Lord Ram here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X