Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Modi Govt 2.0ના બે વર્ષ પૂર્ણ, સેવા દિવસ તરીકે ભાજપ કરશે ઉજવણી

Modi Govt 2.0ના બે વર્ષ પૂર્ણ, સેવા દિવસ તરીકે ભાજપ કરશે ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની વાળી એનડીએ સરકારના 7 વર્ષ પૂરા થઈ ગયાં છે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના 2 વર્ષ આજે એટલે કે 30 મેના રોજ પૂર્ણ થઈ ગયાં છે. પીએમ મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકારે 2019ની લોકસભા ચૂંટણીમાં સતત બીજીવાર શાનદાર જીત નોંધાવી હતી. કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર આ બે વર્ષ કોરોના મહામારીના સંકટ સામે લડવામાં નિકળ્યા છે. ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ બહુ મોટો છે. પરંતુ કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર વચ્ચે ભાજપ નરેન્દ્ર મોદી 2.0 સરકારની બીજી વર્ષગાંઠ મનાવવા માટે કોઈપણ ભવ્ય કાર્યક્રમનો આયોજન નહી કરે. ભાજપે કેન્દ્રમાં પોતાની સરકારની સાતમી વર્ષગાંઠ ઉજવવા માટે દેશભરમાં રાહત કાર્યોનું આયોજન કરવાનો ફેસલો લીધો છે. વર્ષગાંઠને સેવા દિવસના રૂપમાં ઉજવવામાં આવશે અને ભાજપ કાર્યકર્તાઓ રાહત ગતિવિધિઓ અંતર્ગત લોકોની સેવા કરશે.

modi sarkar

મોદી સરકારના 7 વર્ષ અને બીજા કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ થવા પર બૂથ સ્તરેથી લઈ કેન્દ્રીય મંત્રીઓ સુધી તમામ ભાજપી નેતા એક લાખ ગામમાં આયોજિત થતી કોવિડ 19 નિયંત્રણ અને રાહત ગતિવિધિઓમાં ભાગ લેશે. વર્ષગાંઠને સેવા દિવસના રૂપમાં ઉજવવામાં આવશે અને ભાજપી કાર્યકર્તા રાહત ગતિવિધિઓ માટે ખુદને સમર્પિત કરશે અને લોકો સેવા કરશે. પાર્ટીના વરિષ્ઠ નેતા અનિલ બલૂનીએ આ જાણકારી આપી છે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના માર્ગદર્શનમાં પાર્ટી કાર્યકર્તા રવિવારે ઓછામા ઓછા બે ગામમાં આ કાર્યક્રમોમાં ભાગ લશે. જ્યારે ભાજપ શાસિત રાજ્યોમાં કેન્દ્રીય મંત્રી કોવિડ 19 નિયંત્રણ અને રાહત સંબંધિત ગતિવિધિઓનું આયોજન કરશે.

પાર્ટીએ પોતાના કાર્યકર્તાઓ માટે રક્તદાન શિબિરનું આયોજન કરવાની પણ યોજના બનાવી છે અને અભિયાન દરમિયાન 50 હજાર યૂનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્ય રાખ્યો છે. અગાઉ ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ ભાજપ શાસિત રાજ્યોને લખેલ પત્રમાં મહામારી દરમિયાન અનાથ બાળકોના કલ્યાણ માટે કાર્યક્રમ શરૂ કરવા માટે કહ્યું હતું. આ કલ્યાણકારી કાર્યક્રમ આજે 30 મેના રોજ શરૂ થનાર છે.

ભાજપી નેતા અનિલ બલૂનીએ કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓએ અત્યાર સુધી 30 લાખ ઘરમાં ખાવાનું વહેંચ્યું છે અને 18 લાખ પરિવારોને રાશન કિટ આપી છે. જ્યારે કોરોના સંક્રમણ વિરુદ્ધ રસીકરણ અભિયાનને લઈને પણ 11 લાખ ભાજપી કાર્યકર્તા જાગહરુકતા ફેલાવી રહ્યા છે. અનિલ બલૂનીએ કહ્યું કે પાર્ટી દ્વારા 4000થી વધુ કોવિડ કેર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X