For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MPમાં ફરી આવશે શિવ'રાજ', છત્તીસગઢમાં ખીલશે 'કમળ': સર્વે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 ઓક્ટોબર: મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સત્તા બની રહેશે. ચૂંટણી પહેલા આ તારણ સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે બંને રાજ્યોમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે અને બંને રાજ્યોમાં ભગવો લહેરાશે.

સીએસડીએસ તરફથી કરાવવામાં આવેલા એક વ્યક્તિગત સર્વેમાં દાવો કરાવામાં આવ્યો છે કે છત્તીસગઢમાં બીજેપીને 61-71 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 16-24ની વચ્ચે બેઠકો મળવાનું અનુમાન છે.

સર્વેક્ષણ અનુસાર, મધ્યપ્રદેશમાં 230 સભ્યોવાળી વિધાનસભામાં 148થી 160 બેઠક જીતીને ભાજપ સત્તા સંભાળી રાખવાની શક્યતા છે. વર્ષ 2008માં ભાજપે 50 બેઠકોમાં જીત મેળવી હતી. કોંગ્રેસને અત્રે 52થી 62ની વચ્ચે બેઠકો મળવાની આશા છે. જ્યારે કોંગ્રેસને વર્ષ 2008માં 38 બેઠકો જ મળી શકી હતી.

સર્વેમાં સામે આવ્યું છે કે મધ્યપ્રદેશમાં 72 ટકા લોકો જ્યારે છત્તીસગઢમાં 66 ટકા લોકો સરકારના કાર્યોથી સંતુષ્ટ છે. આનાથી વર્ષ 2008ની તુલનામાં મધ્યપ્રદેશમાં 6.4 ટકા વોટમાં વધારો થયો છે. છત્તીસગઢમાં વોટની ટકાવારી 5.7 વધી છે.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસની સ્થિતિની વિગતવાર માહિતી મેળવો સ્લાઇડરમાં...

MPમાં ફરી આવશે શિવ'રાજ'

MPમાં ફરી આવશે શિવ'રાજ'

સીએસડીએસે 13થી 20 ઓક્ટોબરની વચ્ચે 35 વિધાનસભા બેઠકોની 140 પોલિંગ સ્ટેશનના 2870 વોટરો સાથે વાતચીત કરી હતી. સર્વે અનુસાર શિવરાજ સિંહ ચૌહાણ એકવાર ફરી મધ્ય પ્રદેશમાં ભારે બહુમતથી જીત મેળવશે.

ભાજપ148થી 160 બેઠકો મેળવી શકે છે

ભાજપ148થી 160 બેઠકો મેળવી શકે છે

સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપ 230 બેઠકોમાંથી 148થી 160 બેઠકો મેળવી શકે છે. જ્યારે કોંગ્રેસને અત્રે 52થી 62ની વચ્ચે બેઠકો મળવાની આશા છે. બીએસપીને 3થી 7 બેઠકો મળી શકે છે. જ્યારે અન્યને 10થી 18 બેઠકો મળી શકે છે.

અમે મધ્ય પ્રદેશને એક પરિવારની જેમ ચલાવ્યું છે

અમે મધ્ય પ્રદેશને એક પરિવારની જેમ ચલાવ્યું છે

એમપીના મુખ્યમંત્રીએ સર્વે પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે સર્વે સાચો પડી શકે છે. એમપીમાં છેલ્લા દસ વર્ષથી ભાજપે જે કામ કર્યું છે એ પહેલા કોઇએ નથી કર્યું. અમે મધ્ય પ્રદેશને એક પરિવારની જેમ ચલાવ્યું છે.

શિવરાજ સિંહ ચૌહાણ હેટ્રિક લગાવવા ઉત્સાહિત

શિવરાજ સિંહ ચૌહાણ હેટ્રિક લગાવવા ઉત્સાહિત

શિવરાજ સિંહ ચૌહાણે હેટ્રિક લગાવવા માટે ઉત્સાહિત છે. જોકે કોઇપણ રાજ્યમાં વોટ શેયર જ બેઠકોમાં બદલાય છે. શિવરાજના દસ વર્ષના રાજ ઉપરાંત કોંગ્રેસ પોતાના વોટ શેયર વધારવામાં નિષ્ફળતા જણાય છે.

કોંગ્રેસ કરતા ભાજપ 11 ટકા આગળ

કોંગ્રેસ કરતા ભાજપ 11 ટકા આગળ

પ્રી પોલ સર્વે અનુસાર 2008માં કોંગ્રેસને 32.4 ટકા વોટ મળ્યા હતા. પરંતુ 2013માં માત્ર 33 ટકા જ પહોંચી શક્યું. જ્યારે ભાજપે 2008માં 37.6 ટકા વોટ મેળવ્યા હતા. 2013માં આ 44 ટકા પર પહોંચ્યા છે. કોંગ્રેસ કરતા આ 11 ટકા વધારે છે.

72 ટકા લોકો શિવરાજ સરકારના કામકાજથી સંતુષ્ટ

72 ટકા લોકો શિવરાજ સરકારના કામકાજથી સંતુષ્ટ

પ્રી પોલ સર્વેમાં રાજ્યના 72 ટકા લોકો શિવરાજ સરકારના કામકાજથી સંતુષ્ટ છે. જોકે 2008માં આ આંકડા 76 ટકા હતું. જોકે સર્વેમાં માત્ર 15 ટકા લોકો જ મળ્યા જે શિવરાજ સરકારથી અસતુષ્ટ છે.

લોકોએ માન્યું કે સ્થિતિ સુધરી છે

લોકોએ માન્યું કે સ્થિતિ સુધરી છે

પ્રાથમિક સુવિધાઓમાં પણ 64 ટકા લોકોએ માન્યું કે માર્ગોની સ્થિતિ સુધરી છે. હોસ્પિટલોમાં સુધાર અને 42 ટકા લોકોએ સારું ગણ્યું છે. જ્યારે વીજળીની સ્થિતિમાં 65 ટકા લોકોએ સુધાર માન્યો છે. હિન્દુ-મુસ્લિમ સંબંધોમાં સુધારની વાત પર 43 ટકા લોકોએ સમર્થન આપ્યું.

રમણ સિંહના નેતૃત્વમાં ભાજપ ફરી સત્તા સંભાળશે

રમણ સિંહના નેતૃત્વમાં ભાજપ ફરી સત્તા સંભાળશે

સીએસડીએસે છત્તીસગઢમાં 13થી 20 ઓક્ટોબરની વચ્ચે કરેલા સર્વેમાં 25 વિધાનસભા બેઠકોની 99 પોલિંગ બુથના 1891 વોટરો સાથે વાતચીત કરી. અને આ વાતચીતના પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે છત્તીસગઢમાં રમણ સિંહના નેતૃત્વમાં ભાજપ ફરી સત્તા સંભાળશે. જે રમણ સિંહની હૈટ્રિક થશે.

90 બેઠકોમાંથી 61થી 71 બેઠકો મળી શકે છે

90 બેઠકોમાંથી 61થી 71 બેઠકો મળી શકે છે

પ્રી પોલ સર્વે અનુસાર બીજેપીને છત્તીસગઢની 90 બેઠકોમાંથી 61થી 71 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસના હાથે માત્ર 16થી 24 જ બેઠકો લાગવાની આશા છે. બીએસપી શૂન્ય થી 2 બેઠક અને અન્યને 1થી 5 બેઠક મળવાની સંભાવના છે.

કોંગ્રેસનો ગઇ વખત કરતા પણ ખરાબ હાલ છે

કોંગ્રેસનો ગઇ વખત કરતા પણ ખરાબ હાલ છે

વોટ શેયરની વાત કરીએ તો કોંગ્રેસનો ગઇ વખત કરતા પણ ખરાબ હાલ છે. કોંગ્રેસને 2008માં 38.6 ટકા વોટ હાસલ થયા હતા. પરંતુ આ વખતે તેને માત્ર 32 ટકા વોટોથી જ સંતોષ માનવો પડશે. બીજેપીએ 2008માં 40.3 ટકા વોટ મેળવ્યા હતા. આ વખતે 46 ટકા વોટ કરીને ભાજપ છ ટકાનો કૂદકો મારતી દેખાઇ રહી છે.

જનતાનું દિલ જીતવામાં સફળ

જનતાનું દિલ જીતવામાં સફળ

સર્વેમા રમણ સિંહ સરકાર જનતાનું દિલ જીતવામાં સફળ થતા દેખાઇ રહ્યા છે. જોકે જનતાની સંતોષના સ્તરની ટકાવારી પાછલી ચૂંટણીની સરખામણીએ ઓછી છે.

સરકારના કામકાજ પર સંતોષ

સરકારના કામકાજ પર સંતોષ

2008માં 72 ટકા જનતાએ રમણ સિંહ સરકારના કામકાજ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ આ વખતે ઓછો થઇને 66 ટકા પહોંચી ગયો છે. માત્ર 20 ટકા જનતાએ રમણ સરકારના કામકાજ પર અસંતોષ વ્યક્ત કર્યો છે.

નક્સલવાદ કોઇ મુદ્દો નથી

નક્સલવાદ કોઇ મુદ્દો નથી

છત્તીસગઢમાં નક્સલવાદ એક મોટી સમસ્યા છે. પરંતુ સર્વેમાં એક ચોંકાવનાર સત્ય સામે આવ્યું છે. છત્તીસગઢની જનતા માટે નક્સલવાદ કોઇ મુદ્દો નથી. ચૂંટણીને હજી એક મહિનો બાકી છે જનતાનું વલણ બદલાઇ શકે છે. પરંતુ હાલમાં તો સર્વેના પરિણામ રમણસિંહ માટે ખુશ ખબર છે.

English summary
BJP will continue in rule in Madhya Pradesh and Chhattisgarh : Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X