યૂપીમાં મોદી સૌથી વધુ લોકપ્રિય, મળી શકે છે 30 બેઠક

Posted By: Super
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરીઃ દેશમાં લોકસભા ચૂંટણી 2014ને લઇને મોહલ બની રહ્યો છે, જેને જોઇને ઇન્ડિયા ટૂડે-સી વોટર દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે, યૂપીના લોકો મોદીને પીએમ તરીકે જોવા માગી રહ્યાં છે અને જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળવાના અણસાર સર્વેમાં જોવા મળી રહ્યાં છે. સર્વે અનુસાર મોદીની લહેરના પગલે ભાજપને ઉત્તર પ્રદેશમાં 30 જેટલી બેઠકો મળી શકે છે.

ઉત્તર પ્રદેશમાં 48 ટકા લોકોને ગુજરાતના મુખ્યમંત્રી પસંદ છે, તો 19 ટકા સાથે મુલાયમ સિંહ યાદવ બીજા નંબર પર છે. નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના તમામ ક્ષેત્રોમાં મનપસંદ નેતા બની રહ્યાં છે. અપર દોઆબમાં મોદીને 58 ટકા લોકો પસંદ કરે છે, તો રુહેલખંડમાં મોદીની લોકપ્રિયતા ઓછી છે. અહીં 38 ટકા લોકો મોદીને પસંદ કરે છે. બુદેલખંડ રીજનમાં 37 ટકા લોકો માયવતીને સમર્થન કરે છે, જો કે મોદીની સરખામણીએ તેમની લોકપ્રિયતા ઓછી છે. મુલાયમ સિંહ યાદવ સૌથી વધારે લોકપ્રિય લોઅર દોઆબમાં છે, અહીં તેમની લોકપ્રિયતા 31 ટકા છે. મુલાયમ સિંહની તુલનામાં મોદી આખા ઉત્તર પ્રદેશમાં અઢી ગણા વધારે લોકપ્રિય છે.

મુસ્લિમોની પહેલી પસંદ મુલાયમ

મુસ્લિમોની પહેલી પસંદ મુલાયમ

સર્વે અનુસાર મુઝફ્ફરનગર રમખાણ પછી પણ મુલાયમ સિંહ યાદવ મુસ્લિમોમાં વધુ લોકપ્રિય છે. યૂપીમાં કોંગ્રેસને 22 ટકા મુસ્લિમ મત મળી શકે છે, જ્યારે માયાવતીની બસપના 21 ટકા મત મળી શકે છે. સપાની વાત કરવામાં આવે તો સપાની અત્યારે પણ 35 ટકા મુસ્લિમો છે. જ્યારે 5 ટકા મુસ્લિમો ભાજપના પક્ષમાં છે.

કોણ હલ કરી શકે છે સમસ્યાઓ

કોણ હલ કરી શકે છે સમસ્યાઓ

સર્વે દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે કોણ સમસ્યાઓને હલ કરી શકે છે તો સૌથી વધુ લોકોએ ભાજપનુ નામ લીધું. 27 ટકા લોકને લાગે છે કે ભાજપ સમસ્યાઓ હલ કરી શકે છે, જ્યારે બસપા અને સપા સાથે 21-21 અને કોંગ્રેસ સાથે 10 ટકા લોકો છે.

શું કેન્દ્ર સરકાર તુરંત બદલાવી જોઇએ?

શું કેન્દ્ર સરકાર તુરંત બદલાવી જોઇએ?

સર્વેમાં 60 ટકા લોકોએ કહ્યું કે કેન્દ્ર સરકાર તુરંત બદલાવી જોઇએ, જ્યારે 40 ટકા લોકો સરકાર બદલવાના પક્ષમાં નથી. વડાપ્રધાનની વાત કરવામાં આવે તો 61 ટકા લોકો નવા વડાપ્રધાન ઇચ્છે છે જ્યારે 39 ટકા લોકો એવું ઇચ્છતા નથી.

વડાપ્રધાન પદ માટે કોઇ યોગ્ય?

વડાપ્રધાન પદ માટે કોઇ યોગ્ય?

સર્વે અનુસાર વડાપ્રધાન પદ માટે લોકોની પસંદ ટકા અનસુાર...
નરેન્દ્ર મોદી -48 ટકા, મુલાયમ સિંહ યાદવ- 19 ટકા, રાહુલ ગાંધી-15 ટકા, માયાવતી-12 ટકા અને અન્ય-6 ટકા.

કોને કેટલી બેઠક

કોને કેટલી બેઠક

ભાજપ- 30
બસપા- 24
સપા- 20
કોંગ્રેસ- 4
આરએલડી- 1
અન્ય- 1

English summary
BJP to win 30 Lok Sabha seats under Modi's leadership in UP: India Today Group-C-voter poll

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.