For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી લડ્યા વિના જ 112 સીટો પર જીત્યા ભાજપના ઉમેદવાર, 5 રાજ્યોની ચૂંટણી પહેલા મળ્યા ખુશખબર

પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા ભારતીય જનતા પાર્ટી માટે એક મોટા ખુશખબર આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના પાંચ રાજ્યો - ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આવતા વર્ષે એટલે કે 2022માં યોજનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકારણ ગરમાયુ છે. આ પાંચ રાજ્યોમાંથી માત્ર પંજાબને છોડીને બાકી બધા ચાર રાજ્યોમાં ભાજપની સરકાર છે અને એક વાર ફરીથી સત્તામાં વાપસી માટે ભાજપે પૂરી તાકાત લગાવી દીધી છે. આ દરમિયાન આ પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા ભારતીય જનતા પાર્ટી માટે એક મોટા ખુશખબર આવ્યા છે. વાસ્તવમાં, ત્રિપુરામાં નગર નિગમની 112 સીટો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટણી જીતી ગયા છે.

નગર નિગમની કુલ સીટો છે 334

નગર નિગમની કુલ સીટો છે 334

તમને જણાવી દઈએ કે ત્રિપુરામાં નગર નિગમની કુલ 334 સીટો માટે આવનારી 25 નવેમ્બરે મતદાન કરવામાં આવશે. વાસ્તવમાં, સોમવારે ઉમેદવારો માટે ચૂંટણીના નામ વાપસીનો છેલ્લો દિવસ હતો ત્યારબાદ ચૂંટણી પંચે ભાજપના 112 ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરી દીધા છે. 2018માં ત્રિપુરા વિધાનસભામાં જીત મેળવ્યા બાદ ભાજપ સામે આ પહેલી નગર નિગમની ચૂંટણી છે.

36 ઉમેદવારોએ લીધા નામ પાછા

36 ઉમેદવારોએ લીધા નામ પાછા

ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યુ કે નગર નિગમ ચૂંટણીમાંથી પોતાનુ નામ પાછુ લેનાર 36 ઉમેદવારોમાંથી 15 નેતા વિપક્ષી દળ સીપીઆઈ(એમ)ના, ચાર નેતા તૃણમૂલ કોંગ્રેસના, આઠ કોંગ્રેસના, બે ઉમેદવાર એઆઈએફબીના અને 7 અપક્ષ ઉમેદવાર હતી. હવે બચેલી 222 સીટો માટે કુલ 785 ઉમેદવાર નગર નિગમની ચૂંટણીના મેદાનમાં છે.

કઈ કઈ સીટો પર થઈ રહી છે ચૂંટણી

કઈ કઈ સીટો પર થઈ રહી છે ચૂંટણી

ઉલ્લેખનીય છે કે ત્રિપુરાના સ્થાનિક નગર નિગમની ચૂંટણીમાં અગરતલા નગર નિગમના 51 વૉર્ડ, નગર પરિષદની 13 સીટો અને નગર પંચાયતની 6 સીટો સહિત કુલ મળીને 334 સીટો છે. આમાંથી સાત નગર નિગમો-અંબાસા નગર પરિષદ, જિરાનિયા નગર પંચાયત, મોહનપુર નગર પરિષદ, રાનીબાજાર નગર પરિષદ, વિશાલગઠ નગર પરિષદ, ઉદયપુર નગર પરિષદ અને સંતિરબાજાર નગર પરિષદમાં વિપક્ષના કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા માટે સામે આવ્યા છે.

ઉમેદવારોને ડરાવવા-ધમકાવવાનો આરોપ

ઉમેદવારોને ડરાવવા-ધમકાવવાનો આરોપ

વળી, સીપીઆઈ(એમ)ના પ્રદેશ સચિવ જિતેન્દ્ર ચૌધરીએ ભાજપ પર તેમના ઉમેદવારોને ડરાવવા-ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. જિતેન્દ્ર ચૌધરીએ કહ્યુ, 'અમારા ઉમેદવારોને ધમકી આપવામાં આવી રહી હતી અને ગુંડાઓને ભારતીય જનતા પાર્ટીનુ પૂરુ સમર્થન મળેલુ છે. નગર નિગમની ચૂંટણીની જાહેરાતથી ઘણુ પહેલેથી જ રાજ્યમાં હિંસા શરૂ થઈ ગઈ હતી અને અમારા ઉમેદવારો ઉપર હુમલા કર્યા હતા.'

રાજ્યમાં સંપૂર્ણપણે આતંકનો માહોલ

રાજ્યમાં સંપૂર્ણપણે આતંકનો માહોલ

જિતેન્દ્ર ચૌધરીએ ભાજપ પર આરોપ લગાવીને કહ્યુ, 'ગુંડાઓની મદદથી ભાજપ લોકોને ડરાવી રહી છે જેના કારણે પાંચ નગર પરિષદો અને બે નગર પંચાયતોમાં અમારા ઉમેદવારો પોતાનુ નામાંકન જ દાખલ કરી શક્યા નહિ. રાજ્યમાં સંપૂર્ણપણે આતંકનો માહોલ છે.' વળી, ત્રિપુરામાં પોતાના માટે રાજકીય જમીન શોધી રહેલી ટીએમસીએ પણ પહેલા નિવેદન આપ્યુ હતુ કે નગર નિગમની ચૂંટણીમાં પોતાના ઉમેદવારને ઉતારશે.

English summary
BJP won 112 seats without contesting in Tripura, Good News before Assembly Elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X