કેરળમાં ભાજપ કાર્યકર્તાની હત્યા, પાર્ટીએ CPM પર લગાવ્યો આરોપ

Written By:
Subscribe to Oneindia News

કેરળના કન્નૂર જિલ્લામાં બુધવારે રાત્રે ભાજપના એક કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે. ભાજપે આ હત્યાને આરોપ વિરોધી પક્ષ સીપીએમ પર લગાવ્યો છે. કાર્યકર્તાની હત્યાના વિરોધમાં ભાજપે ગુરૂવારે વિરોધ પ્રદર્શનની પણ જાહેરાત કરી છે. કેરળમાં છેલ્લા થોડા વખતમાં એક પછી એક ઘણા કાર્યકર્તાઓની હત્યાના કેસ સામે આવ્યા છે.

bjp

પોલીસના જણાવ્યા અનુસાર, 52 વર્ષીય મુલ્લાપ્રમ એજુનાથ સંતોષ ઘરે એકલા હતા ત્યારે એમની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પૂછપરછ માટે કેટલાક લોકોને પોલીસ કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. આ હત્યા રાજકારણથી પ્રેરિત હોવાની આશંકા છે.

અહીં જુઓ - Video: કાશ્મીરી પંડિતોના દુ:ખને અવાજ આપ્યો અનુપમ ખેરે

બુધવારે જ ભાજપના એક નેતાએ આરોપ મુક્યો હતો કે, જ્યારથી કેરળમાં સીપીએમની આગેવાનીવાળી સરકાર આવી છે, ત્યાર પછીથી રાજ્યમાં 10 ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. આ સિવાય ઘણા કાર્યકર્તાઓ સાથે મારપીટના બનાવો પણ સામે આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજકારણીય હત્યાઓના મામલે કેરળ પહેલા સ્થાન પર આવી ગયું છે.

English summary
BJP worker murdered in Kerala’s Kannur party accuses CPM for murder.
Please Wait while comments are loading...