For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Black Day, Pulwama Attack: રાજનાથ સિંહ અને અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી

Black Day, Pulwama Attack: રાજનાથ સિંહ અને અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી

|
Google Oneindia Gujarati News

બે વર્ષ પહેલાં આજના દિવસે જ પુલવામા હુમલો થયો હતો. ત્યારે રાજનાથ સિંહે હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર માટે તેમની સેવા અને સર્વોચ્ચ બલિદાનને ભારત ક્યારેય નહિ ભૂલે. જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ જમ્મુકાશ્મીરના પુલવામામાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે સીઆરપીએફના જવાનોની એક બસને વિસ્ફોટકથી ઉડાવી દીધી હતી, જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા અને અન્ય કેટલાય ઘાયલ થયા હતા.

rajnath singh

રાજનાથ સિંહ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે 2019ના પુલવામા હુમલામાં જીવ ગુમાવનાર સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં ટ્વીટ કર્યું, "ભારત તેમના અસાધારણ સાહસ અને સર્વોચ્ચ બલિદાનને ક્યારેય નહી ભૂલે." જણાવી દઈએ કે બે વર્ષ પહેલાં 14 ફેબ્રુઆરીએ એટલે કે આજના દિવસે કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાના 40 જવાન શહીદ થઈ ગયા હતા અને કેટલાય જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાએ ભારત સહિત આખા વિશ્વને ધ્રૂજાવી દીધું હતું.

Covid 19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાના 12194 નવા કેસ, 92 લોકોનાં મોતCovid 19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાના 12194 નવા કેસ, 92 લોકોનાં મોત

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફની બસમાં જૈશ એ મોહમ્મદે વિસ્ફોટકથી ભરેલી ગાડીથી ટક્કર મારી હતી. જે બાદ એક જોરદાર ધમાકો થયો જેમાં સેનાના 40 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલાને જૈશે પાકિસ્તાનની આઈએસઆઈ સાથે મળીને અંજામ આપ્યો હતો. ઘટના બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 10 લોકોને આ હુમલાનું ષડયંત્ર રચવાના આરોપી બનાવ્યા હતા, જેમાંથી 6ને સેનાએ અથડામણમાં ઠાર માર્યા હતા.

જો કે ઘટનાના 13 આરોપી હજી પણ જીવિત છે જેમાં જૈશના મુખ્યા મૌલાના મસૂદ અઝહર અને તેમના બે ભાઈઓના નામ પણ સામેલ છે. આ ઘટનાના માત્ર 12 દિવસમાં ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશના ઠેકાણે સ્ટ્રાઈક કરી હતી અને તેમના બધાં જ ઠેકાણાને નેસ્તનાબૂદ કરી દીધાં હતાં.

English summary
Black Day, Pulwama Attack: Rajnath Singh and Amit Shah pay homage to the martyrs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X