For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCને સોંપવામાં આવેલી 627 લોકોની યાદીમાં કોઇ મોટા નેતા કે ઉદ્યોગપતિનું નામ નથી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ઓક્ટોબર: કાળા નાણાને લઇને દરરોજ એક પછી એક નવા સમાચાર આપી રહ્યાં છે. 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અનુસાર સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવેલી 627 લોકોની યાદીમાં કોઇ મોટા નેતા અથવા ઉદ્યોગપતિનું નામ નથી. આકરી ફટકાર બાદ સરકારે સીલબંધ કવરમાં 627 કાળાનાણા વાળા લોકોના નામ સુપ્રીમ કોર્ટમાં આપ્યા છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અનુસાર સરકાર દેવારા સોંપવામાં આવેલી યાદીમાં મોટાભાગના ખાતા 2006થી પહેલાંના છે. કાળાનાણા કેસની તપાસ અને આગળની કાર્યવાહીને લઇને આજે રાજસ્વ સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક થશે. બેઠકમાં બધા કમિશ્નર સામેલ થશે.

black-money

ઇન્કમ ટેક્સ વિભાગ મુંબઇના તે કથિત 90 કાળા નાણાવાળાઓની તપાસ કરશે જેનો ખુલાસો કેન્દ્ર સરકારની યાદીમાં થયો છે. આવકવેરા નિયામકની કચેરીના સૂત્રોએ પીટીઆઇને જણાવ્યું હતું કે તેમણે સ્વિસ સરકાર પાસે મુંબઇના 90 એવા લોકો વિશે જાણકારી મળી છે જેમના પૈસા વિદેશોમાં જમા છે.

સરકારે જે યાદી સુપ્રીમ કોર્ટને સોંપી છે તેમાં 627 સ્વિસ ખાતાધારકોના નામ છે, નામ અને રકમની જાણકારી નથી. સરકારે સીલબંધ કવરમાં 627 કાળાનાણા વાળા લોકોના નામની યાદી સુપ્રીમ કોર્ટને સોંપી, તેમાંથી 3 કાળાનાણા વાળાઓના નામ પહેલાં જ સાર્વજનિક થઇ ચૂક્યાં છે.

સુપ્રીમ કોર્ટે કાળાનાણા પર મળેલા 627 લોકોના નામ SIT ને સોંપી દિધા છે, નવેમ્બરમાં એસઆઇટી સુપ્રીમ કોર્ટને નામ આપશે ત્યાં સુધી આ નામ ગુપ્ત રહેશે, નવેમ્બર સુધી ખબર નહી પડે તો આ લોકોના કેટલા પૈસા સ્વિસ બેંકમાં જમા છે.

કાળાનાણા વાળાઓની યાદી ઉપરાંત સરકારે તેમના વિરૂદ્ધ કરવામાં આવી રહેલી કાર્યવાહીને લઇને સ્ટેટસ રિપોર્ટૅ પણ સુપ્રીમ કોર્ટને આપી છે. અટૉર્ની જનરલે મુકુલ રોહતગીએ કહ્યું યાદીમાં એનઆઇઆરના નામ પણ છે, તેમના પર ઇન્કમ ટેક્સનો કાયદો લાગૂ થતો નથી એટલા માટે તેમની તપાસ થશે નહી.

English summary
The list of 627 names provided by HSBC Bank, which also operates in India, does not have any big names connected to political parties or industrialists, government sources said on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X