મોદીની રેલી પહેલાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ: 5ના મોત, સંદિગ્ધની ધરપકડ
પટણા, 27 ઓક્ટોબરઃબિહારમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા આજે હુંકાર રેલી થવાની છે. રેલી પહેલાં જ પટનામાં એક વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ પટનાના રેલવે સ્ટેશન પર થયો છે, જેમાં 5 વ્યક્તિના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. ગાંધી મેદાનમાં છ વિસ્ફોટ થયા છે અને પટનામાં કુલ આઠ વિસ્ફોટ થયા છે, પોલીસ દ્વારા એક સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. આ વિસ્ફોટ નરેન્દ્ર મોદીની રેલીમાં થયો હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ ગાંધી મેદાનમાં મંચથી 150 મીટરના અંતરે થયો છે.
મળતી માહિતી અનુસાર મોદીની હુંકાર રેલી પહેલાં બિહારના પટણામાં શ્રેણી બદ્ધ વિસ્ફોટ થયો છે. જેમાં એકનું મોત અને 4 લોકોને ઇજા પહોંચી છે. જે ગાંધી મેદાનમાં મોદીની હુંકાર રેલી થઇ રહી છે, ત્યાં પણ 6 વિસ્ફોટ થયા છે. એલિફિસ્ટન સિનેમા હોલ, રેલવે સ્ટેશન અને ગાંધી મેદાનમાં મંચ નજીક વિસ્ફોટ થયો છે. વિવિધ અહેવાલો અનુસાર કુલ આઠ જેટલા વિસ્ફોટ થયા છે. જો કે, હજુ અધિકૃત પૃષ્ટિ કરવામાં આવી નથી.
વધુ અહેવાલ વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

રેલી પહેલાં બ્લાસ્ટ
મોદીની હુંકાર રેલી પહેલાં બિહારના પટણામાં શ્રેણી બદ્ધ વિસ્ફોટ થયો છે. જેમાં એકનું મોત અને 4 લોકોને ઇજા પહોંચી છે. જે ગાંધી મેદાનમાં મોદીની હુંકાર રેલી થઇ રહી છે, ત્યાં પણ 6 વિસ્ફોટ થયા છે.

શુલભ શૌચાલયમાં થયો બ્લાસ્ટ
આ બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર, આ વિસ્ફોટ શુલભ શૌચાલયમાં થયો છે, જે રેલવે સ્ટેશનની નજીક છે. સવારે દસ વાગ્યાની આસપાસમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ઉપયોગમાં લેવામાં આવેલા બોમ્બમાં સમય બોમ્બને ઉપયોગમાં લેવામાં આવ્યા છે. હજુ વધુ બે સંદિગ્ધ બોમ્બ મળ્યા છે, આ ટાઇમ બોમ્બ હોવાના કારણે તેને નિષ્ક્રિય કરવા માટેના પ્રયાસો બોમ્બ નિરોધક ટૂકડી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ગાંધી મેદાન તથા અન્ય સ્થળોએ વિસ્ફોટો થયા છે
મળતી માહિતી અનુસાર મોદીની હુંકાર રેલી પહેલાં બિહારના પટણામાં શ્રેણી બદ્ધ વિસ્ફોટ થયો છે. જેમાં એકનું મોત અને 4 લોકોને ઇજા પહોંચી છે. જે ગાંધી મેદાનમાં મોદીની હુંકાર રેલી થઇ રહી છે, ત્યાં પણ 6 વિસ્ફોટ થયા છે. એલિફિસ્ટન સિનેમા હોલ, રેલવે સ્ટેશન અને ગાંધી મેદાનમાં મંચ નજીક વિસ્ફોટ થયો છે. વિવિધ અહેવાલો અનુસાર કુલ આઠ જેટલા વિસ્ફોટ થયા છે. જો કે, હજુ અધિકૃત પૃષ્ટિ કરવામાં આવી નથી.

એનઆઇએની ટૂકડી બોલાવવામાં આવી
નોંધનીય છે કે, બિહાર સરકાર પાસેથી ગૃહમંત્રાલય દ્વારા અહેવાલ માંગવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બિહારમાં એનઆઇએની ટૂકડીને બોલાવવામાં આવી છે. બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કમાર મોદીએ જણાવ્યું કે ડીએમ આ બનાવથી અજાણ છે.

બ્લાસ્ટ છતાં રેલી સમયસર શરૂ
પટનાના ગાંધી મેદાનમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હોવા છતાં રેલીને સમયસર શરૂ કરવામાં આવી છે.

અડવાણીની ગેરહાજરી
નરેન્દ્ર મોદીના ભાષણનો ટોન કોંગ્રેસ અને જેડીયૂ વિરૂદ્ધ હશે. પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને સુષમા સ્વરાજની ગેરહાજરીમાં આયોજિત આ રેલીમાં ભાગ લેવા માટે શનિવારે મોડી રાત્રે પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલી પટના પહોંચી ગયા છે.

નિતિશ કુમારનો અહંકાર તૂટી જશે
ભાજપના સીનિયર નેતા રાજીવ પ્રતાપ રૂડી કહે છે કે હુંકાર રેલીના માધ્યમથી બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારનો અહંકાર તૂટી જશે તેમને કહ્યું હતું કે પટના જ નહી આખુ બિહાર મોદીમય બની ગયું છે. તેમને કહ્યું હતું કે રવિવારે પટનામાં લોકોનું પૂર ઉમટી પડ્યું છે.

મોબાઇલ પર મોદીને સાંભળી શકાશે
નરેન્દ્ર મોદીની હુંકાર રેલીમાં તેમના ભાષણને લોકો મોબાઇલ ફોન પર સાંભળી શકશે. ભાજપની હુંકાર રેલીમાં નરેન્દ્ર મોદીના ભાષણને લોકો ફોન દ્વારા 022-45014501 નંબર ડાયલ કરીને સાંભળી શકશે.

11 રેલગાડીઓ અને 3 હજારથી વધુ બસ બુક કરાઇ
ભાજપના બિહાર એકમના અધ્યક્ષ મંગલ પાંડેએ કહ્યું હતું કે હુંકાર રેલીમાં સામેલ થવા માટે રાજ્યની રાજધાની આવનાર લોકો માટે 11 રેલગાડીઓ બુક કરાવવામાં આવી છે. તેમને જણાવ્યું હતું કે આ ઉપરાંત રાજ્યના વિભિન્ન વિસ્તારોના લોકોને લાવવા માટે 3 હજારથી વધુ બસો બુક કરવામાં આવી છે.

બિહાર બન્યું મોદીમય
નરેન્દ્ર મોદીની હુંકાર રેલીમાં જનતા ગાંડીતૂર બની જતાં હજારોની સંખ્યામાં નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ઉમટી પડ્યા છે.

રેલી માટે રોડ શો
અત્રે ઉલ્લેખનીય છે કે હુંકાર રેલીને સફળ બનાવવા માટે ગત એક મહિનાથી ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરીય નેતા આખા રાજ્યનો પ્રવાસ કરી રહ્યાં છે. સાથે જ ભાજપના નેતા રોડ શોના માધ્યમથી લોકોને રેલીમાં પધારવાનું આમંત્રણ આપી રહ્યાં છે.