For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિઝામાબાદમાં થયો વિસ્ફોટ, એક ઘાયલ

તેલંગાણાના નિઝામાબાદમાં સ્થિત બડા બજાર નામના વિસ્તારમાં એક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે.

|
Google Oneindia Gujarati News

તેલંગાણાના નિઝામાબાદમાં સ્થિત બડા બજાર નામના વિસ્તારમાં એક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ વિસ્ફોસ્ટ 10 વાગે રાત્રે થયો હતો. એસએચઓ વિજય બાબુએ જણાવ્યું હતું કે, અમને બ્લાસ્ટની માહિતી મળી હતી. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિએ જણાવ્યું હતું કે, જ્યારે તેણે કેમિકલ બોક્સમાંથી કેટલાક કેમિકલને હલાવી દીધું હતું, આ વિસ્ફોટ ત્યારે થયો હતો.

Blast in Nizamabad, one injured

ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની હાલત સ્થિર છે. ફોરેસ્ટ ટાઉન પોલીસ સ્ટેશનના એસએચઓએ જણાવ્યું કે, અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, કેમિકલ ભરેલું બોક્સ હચમચી ગયું હતું. જે બાદ આ ઘટના બની હતી. ફાયર બ્રિગેડને સ્થળ પર બોલાવવાની ફરજ હતી.

આ પહેલા ગુરુવારના રોજ હૈદરાબાદના ટપ્પાચબુત્રા વિસ્તારમાં યુસુફ નગર કોલોનીમાં એક ઓટો ગેરેજમાં સિલિન્ડર ફાટ્યો હતો, જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મન્સૂર અને શેર અલી ટપ્પાચબુત્રા વિસ્તારમાં એક ઓટો ગેરેજમાં ભંગારનો ધંધો કરે છે. ગુરુવારના રોજ સ્થાનિક લોકોને આ વિસ્તારમાં જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો અને ઘટના દરમિયાન ગેરેજમાં પાર્ક કરેલી ચાર ઓટો બળીને ખાખ થઈ ગઈ હતી.

આ ઘટનાની માહિતી મળતાં જ ફાયરની બે ગાડીઓને કામે લગાડવામાં આવી હતી અને ટપ્પાચાબુત્રા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મન્સૂર અને શેર અલી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ઉસ્માનિયા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં વેલ્ડિંગના કારણે સિલિન્ડર ફાટ્યો હોવાનું બહાર આવ્યું હતું.

English summary
Blast in Nizamabad, one injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X