કર્ણાટક: વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકર એસએલ ધર્મેગૌડાનુ શબ રેલવે ટ્રેક પર મળ્યુ
SL Dharmegowda, Deputy Speaker of Legislative Council found dead: કર્ણાટકના ચિકમંગલૂરમાં વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકર એસએલ ધર્મેગૌડાનુ શબ રેલવે ટ્રેક પર મળવાથી હોબાળો મચી ગયો છે. ધર્મેગૌડાના શબ પાસે એક સુસાઈડ નોટ પણ મળી છે માટે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમણે આત્મહત્યા કરી છે. જો કે પોલિસે હાલમાં આની પુષ્ટિ કરી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર જેડીએસ નેતા એસ એલ ધર્મેગૌડાનુ શબ ગઈ રાતે લગભગ બે વાગે મળી આવ્યુ છે. ત્યારબાદ પોલિસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
પાર્ટી તરફથી તેમના મોત પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યુ અને તપાસની વાત કહેવામાં આવી છે. વળી, આ દુઃખદ સમાચાર પર ઉંડો શોક વ્યક્ત કરીને પૂર્વ પીએમ અને જેડીએસ નેતા એચડી દેવગૌડાએ કહ્યુ કે હું ધર્મેગૌડાના મોતના સમાચાર સાંભળીને ચોંકી ગયો છુ, તે ખૂબ જ શાંત, સભ્ય અને સમજદાર વ્યક્તિ હતા, તેમનુ જવુ આખા રાજ્ય માટે નુકશાન છે, હું ઉંડા શોકમાં છુ, હું ક્યારેય વિચારી પણ નથી શકતો કે આવુ પણ ક્યારેય થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર એસ એલ ધર્મેગૌડાનો હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ગૃહના સભ્યોએ તેમને બળજબરીથી ખુરશી પરથી હટાવી દીધા હતા. આના પર ઘણો હોબાળો થઈ ગયો હતો.
Ram Mandir Ayodhya: રામ મંદિરના નિર્માણમાં 1100 કરોડનો ખર્ચ