પાક કલાકારો પર ભારતમાં પ્રતિબંધની ચર્ચામાં કૂદી પ્રિયંકા, ખુલીને કર્યુ સમર્થન

Subscribe to Oneindia News

ઉરી આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લાદવાની માંગ પર અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ નાખુશી દર્શાવી છે. તેણે કહ્યું કે કલાકારોએ ડંખ ઝેલવો પડે એ યોગ્ય નથી.

priyanka chopda

પાક કલાકારો પર પ્રતિબંધ માટે માંગ

અંગ્રેજી વેબસાઇટ ટાઇમ્સ ઑફ ઇંડિયાના જણાવ્યા અનુસાર, ઉરીમાં ગયા મહિને થયેલા હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારોના કામ કરવા પર પ્રતિબંધની માંગ ઉઠી રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસે એ તો પાકિસ્તાની કલાકારોને ભારત છોડીને જવા સુધીની સાફ ચેતવણી આપી દીધી હતી. આ સાથે જ ઇંડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (આઇએમપીપીએ) એ સીમાપારના કલાકારો પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ પણ જારી કર્યો છે.

' હું છુ બહુ મોટી દેશભક્ત '

પ્રિયંકાએ આ મુદ્દા પર કહ્યું કે, " ભારતમાં દરેક પ્રમુખ રાજકીય એજંડામાં સૌથી પહેલા કલાકારો અને અભિનયકર્તાઓને ઢસડી લેવામા આવે છે તે યોગ્ય નથી. આ બધુ અમારી સાથે જ કેમ થાય છે? આવુ બિઝનેસમેન, ડૉક્ટર્સ કે નેતાઓ સાથે કેમ બનતુ નથી ? " પ્રિયંકા ચોપડાએ ન્યૂઝ ચેનલ એંડીટીવી ને કહ્યું કે હું જણાવી દઉ કે હું બહુ મોટી દેશભક્ત છું. 

' મુખ્ય વિષયને કેમ વળગી નથી રહેતા લોકો? ' 

પૂર્વ વિશ્વસુંદરીએ પ્રશ્ન પૂછવાના અંદાજમાં કહ્યું કે, " લોકો મુખ્ય મુદ્દાને છોડીને કલાકારોની પાછળ કેમ પડ્યા છે ? અમે એંટરટેઇનમેંટ કરીએ છે અને આ અમારો બિઝનેસ છે. સરકાર દેશને સુરક્ષિત રાખવા માટે જે પણ પગલાં લેશે, હું તેની સાથે જ છું. આ 34 વર્ષીય અભિનેત્રીએ કહ્યું કે મને નથી લાગતુ કે કલાકારોએ કોઇનું કંઇ બગાડ્યુ હોય.

English summary
bollywood actress priyanka chopra supports pakistani actors in india opposes ban on them.
Please Wait while comments are loading...