For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ - તપાસ કરો, કેવી રીતે એક BJP સાંસદ દિલ્લીથી રેમડેસિવિરની 10,000 શીશીઓ લઈ ગયા?

બૉમ્બે હાઈકોર્ટે અહેમદનગર વિધાનસભા વિસ્તારથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુજય વિખે પાટિલ સામે નોંધાયેલ એક અરજી પર સુનાવણી કરી.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉમ્બે હાઈકોર્ટે અહેમદનગર વિધાનસભા વિસ્તારથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુજય વિખે પાટિલ સામે નોંધાયેલ એક અરજી પર સુનાવણી કરી. મુખ્ય ન્યાયાધીશ વી ધુગે અને ન્યાયમૂર્તિ બી યુ દેબદ્વારની પીઠ 4 કૃષિ વિશેષજ્ઞો દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં ચારે કૃષિ વિશેષજ્ઞોએ કહ્યુ છે કે ભાજપ સાંસદ સુજય વિખે પાટિલે ગેરકાયદેસર રીતે 10,000 રેમડેસિવિરની શીશીઓ દિલ્લીથી ખરીદી છે. માટે ભાજપ સાંસદ સામે કેસ નોંધાવો જોઈએ.

bombay hc

સુનાવણી કરતી વખતે બૉમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના ગૃહ વિભાગના પ્રમુખ સચિવને કહ્યુ છે કે તપાસ કરો કે કેવી રીતે એક ભાજપ સાંસદ દિલ્લીથી રેમડેસિવિરની 10,000 શીશીઓને ગેરકાયદે અને ગુપ્ત રીતે લઈને દિલ્લીથી બહાર નીકળ્યા જે વખતે દિલ્લીને આની ખૂબ જરૂર હતી? બૉમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ પીઠે કહ્યુ કે સાંસદ સુજય વિખે પાટિલનુ આ પગલુ કદાચ ગરીબ અને જરૂરિતયાતમંદ દર્દીઓનો જીવ બચાવી શકે છે પરંતુ તેના માટે તેમણે જે રસ્તો પસંદ કર્યો તે એકદમ ખોટો હતો.

ચાર્ટર્ડ વિમાનોની આખી યાદી કાઢો અને વીડિયોની તપાસ કરવામાં આવેઃ બૉમ્બે હાઈકોર્ટ

બૉમ્બે હાઈકોર્ટે પ્રમુખ સચિવને કહ્યુ કે તે 10 એપ્રિલથી 25ી એપ્રિલ વચ્ચે આવતા ચાર્ટર્ડ વિમાનોની આખી યાદી કઢાવે અને તેમાં ભાજપ સાંસદના વિવરણને શોધે અને એરપોર્ટના વીડિયો રેકૉર્ડિંગની પણ ગંભીરતાથી તપાસ કરે.
બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ, 'સાંસદ(સુજય વિખે પાટિલ)નો દાવો મુજબ તે 10 હજાર રેમડેસિવિરની શીશીઓ સાથે શિરડી એરપોર્ટ પર ઉતર્યા હતા માટે અમે એ વિમાનના બધા વીડિયો ફૂટેજ જોવા માંગીએ છીએ અને તેના માટે અમે વીડિયો ફૂટેજમાં કોઈ પણ ગરબડનુ બહાનુ સ્વીકારીશુ નહિ.'

ગુજરાત સરકારે વેક્સીનના 2.50 કરોડ ડોઝનો આપ્યો ઑર્ડરગુજરાત સરકારે વેક્સીનના 2.50 કરોડ ડોઝનો આપ્યો ઑર્ડર

સાંસદે છેવટે કેવી રીતે અનધિકૃત રીતે રેમડેસિવિરની શીશીઓ ખરીદીઃ HC

બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ, 'અમે એ જાણવા માંગીએ છીએ કે સાંસદે છેવટે કેવી રીતે અનધિકૃત રીતે રેમડેસિવિરની શીશીઓ ખરીદી અને તેના માટે દિલ્લીથી નીકળી પણ ગયા, છેવટે આ બધુ કેવી રીતે થયુ?' બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પણ સવાલ કર્યો હતો કે કેવી રીતે કોઈ અંગત વ્યક્તિના નિર્માતાથી સીધા રેમડેસિવિરની શીશીઓ ખરીદી લીધી અને તેને વિતરિત કરી. જ્યારે કંપનીઓને સીધા કેન્દ્રને સ્ટૉક આપવાની અપેક્ષા રાખવામાં આવે છે.

English summary
Bombay HC: How BJP MP chartered flight carrying 10000 remdesivir?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X