શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેનો શપથગ્રહણ, સુરક્ષા પર HCએ વ્યક્ત કરી ચિંતા
બૉમ્બે હાઈકોર્ટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમારંભ પર ચિંતા વ્યક્ત કરી છે. બૉમ્બે હાઈકોર્ટે બુધવારે ચિંતા વ્યક્ત કરીને કહ્યુ કે સાર્વજનિક મેદાનો પર આ રીતના કાર્યક્રમો આયોજિત કરવાનો આ નિયમિત સિલસિલો ન હોવો જોઈએ. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે પદના શપથ લેશે. તેમનો શપથ ગ્રહણ સમારંભ મુંબઈના શિવાજી પાર્કમાં રાખવાં આવ્યો છે. મુંબઈ પોલિસે આ આયોજનમાં એકત્ર થનાર ભીડને જોતા સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે.
અદાલત બિન સરકારી સંગઠન વીકમ ટ્રસ્ટની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ બાબતે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે શિવાજી પાર્ક ખેલનુ મેદાન છે કે મનોરંજનનુ સ્થળ. આના પર હાઈકોર્ટના જજ એસ સી ધર્માધિકારી અને આર આઈ ચાગલાની ડિવિઝન બેંચે આ બાબતે કહ્યુ, 'અમે કાલના શપથ ગ્રહણ વિશે કંઈ કહેવા નથી ઈચ્છતા. અમે બસ પ્રાર્થના કરીએ છીએ કે કંઈ ખોટુ ના થાય.'
હાઈકોર્ટે એક એનજીઓની અરજી પર વર્ષ 2010માં આ ક્ષેત્રને સાઈલેન્સ ઝોન ઘોષિત કરી દીધો હતો. ત્યારે હાઈકોર્ટે કહ્યુ હતુ કે શિવાજી પાર્કમાં માત્ર 6 ડિસેમ્બર (આંબેડકર પરિનિર્વાણ દિવસ), 1 મે (મહારાષ્ટ્ર સ્થાપના દિવસ) અને 26 જાન્યુઆરી (ગણતંત્ર દિવસ) એ જ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી શકે છે.
માહિતી મુજબ મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના નેતા ચૂંટાયેલા શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારંભ માટે શિવાજી પાર્ક અને તેની આસપાસ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે મહારાષ્ટ્રના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શિવસેના,એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (એમવીએ)ના નેતા ઉદ્ધવ ઠાકરે પરિવારમાંથી મુખ્યમંત્રી બનનાર પહેલા સભ્ય હશે.
આ પણ વાંચોઃ રાજીનામા બાદ સામે આવ્યા અજીત પવાર, NCPમાં વાપસી પર આપ્યુ મોટુ નિવેદન