For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉમ્બે હાઈકોર્ટે ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર અને દીપક કોચરને મુક્ત કરવાનો આપ્યો આદેશ

ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર અને દીપક કોચરને બૉમ્બે હાઈકોર્ટે જામીન આપી દીધા છે.

|
Google Oneindia Gujarati News

ICICI bank-Videocon loan fraud case: બૉમ્બે હાઈકોર્ટે આઈસીઆઈસીઆઈના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને દીપક કોચરને આઈસીઆઈસીઆઈ બેંક-વીડિયોકૉન લોન ફ્રૉડ કેસમાં સીબીઆઈની ધરપકડ બાદ કસ્ટડીમાંથી મુક્ત કરવાની મંજૂરી આપી દીધી છે. ચંદા કોચર અને દીપક કોચરને જામીન મળી ગયા છે. બૉમ્બે હાઈકોર્ટે સીબીઆઈની ધરપકડ પર પણ સવાલ ઉઠાવ્યા છે. બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ છે કે, 'ધરપકડ કાયદા પ્રમાણે નથી.'

 chanda kochhar

બૉમ્બે હાઈકોર્ટે આઈસીઆઈસીઆઈના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચર અને દીપક કોચરને 1 લાખ રૂપિયાના રોકડ જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપી હતી. જોકે, સીબીઆઈએ કોર્ટમાં મુક્તિનો વિરોધ કર્યો હતો. પીટીઆઈના જણાવ્યા મજબ જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને પીકે ચવ્હાણની ડિવિઝન બેંચે તેમને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ, 'અમારુ માનવુ છે કે અરજદારો (કોચરો)ની ધરપકડ કાયદાની જોગવાઈઓ અનુસાર નથી અને આ તેમની મુક્તિનુ વોરંટ છે.

વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂતને સંડોવતા લોન ફ્રોડ કેસમાં ગયા મહિને સીબીઆઈ દ્વારા ચંદા અને દીપક કોચરની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે ખાનગી ક્ષેત્રની બેંકે નિયત ધારાધોરણોનુ ઉલ્લંઘન કરીને રૂ. 3,250 કરોડની લોન મંજૂર કરી હતી. ચંદા કોચરે તેની ધરપકડને 'ગેરકાયદેસર' ગણાવીને પડકારી હતી. તેમણે દલીલ કરી હતી કે ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ જરૂરી કોઈ મંજૂરી લેવામાં આવી નથી.

English summary
Bombay High Court release of former ICICI CEO Chanda Kochhar and Deepak Kochhar in ICICI bank-Videocon loan fraud case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X