For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BrahMos Missile Test: બ્રહ્મોસ મિસાઇલની એક્સટેન્ડેડ રેન્જ વર્ઝનનું સફળ પરિક્ષણ, 400 KM દૂરથી હિટ કરી શકે છે ટા

બ્રહ્મોસના નવા વર્ઝન વાયુસેનાના કાફલામાં શામેલ થવાના કારણે ભારતીય સુરક્ષા શક્તિમાં વધારો થશે. આ સાથે ભારત તેનો ઉપયોગ પોતાના પાડોશી દેશો સામે કરીને પોતાનો ડિફેન્સ કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

BrahMos Missile Test : ભારતીય વાયુસેનાએ બ્રહ્મોસ એર લોન્ચ મિસાઇલના એક્સટેન્ડેડ રેન્જ એડિશનનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું છે. આ મિસાઇલ ટેસ્ટ એન્ટી-શિપ વર્ઝનનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં મિસાઇલના જહાજના લક્ષ્યને હિટ કરવામાં સફળતા મળી છે.

BrahMos Missile Test

બ્રહ્મોસના નવા વર્ઝન વાયુસેનાના કાફલામાં શામેલ થવાના કારણે ભારતીય સુરક્ષા શક્તિમાં વધારો થશે. આ સાથે ભારત તેનો ઉપયોગ પોતાના પાડોશી દેશો સામે કરીને પોતાનો ડિફેન્સ કરી શકે છે.

ભારતીય વાયુસેના દ્વારા બુધવારના રોજ બ્રહ્મોસ એર-લોન્ચ મિસાઇલની એક્સટેન્ડેડ રેન્જ એડિશનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ બાદ સેનાના સંરક્ષણ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બ્રહ્મોસના વિસ્તૃત શ્રેણીના સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.

બ્રહ્મોસની ફાયરપાવર લગભગ 400 કિમી છે. તેને Su-30 ફાઈટર એરક્રાફ્ટથી લોન્ચ કરવામાં આવ્યું હતું. મિસાઈલના નિશાન પર એક જહાજ મૂકવામાં આવ્યું હતું. આ મિસાઈલના એર-લોન્ચ વર્ઝનના એન્ટી-શિપ વર્ઝનનું પરીક્ષણ હતું, જે સફળ રહ્યું હતું.

ભારત દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફના કદમ ઝડપથી આગળ વધ્યા છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતે આજે નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. વાયુસેનાના અધિકારીના નિવેદન મુજબ, આ મિસાઈલ પરીક્ષણ તેના માપદંડોને પૂર્ણ કરવામાં સફળ રહ્યું હતું. મિસાઈલ દ્વારા 400 કિમીની રેન્જમાં કોઈપણ ટાર્ગેટને હિટ કરી શકાય છે.

English summary
BrahMos Missile Test : Successful test of extended range version of BrahMos missile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X