ગાંધી પ્રેમી બ્રાઝિલિયન આવ્યો ભારતની યાત્રા પર

બ્રાઝીલમાં ઇતિહાસ વાંચનારા 59 વર્ષીય સિલ્વિયો ગાંધીના વિચારોથી ઘણા પ્રભાવિત છે. તેમના મનમાં ભારતની યાત્રા કરીને એવા દેશને મહેસૂસ કરવાની ઇચ્છા હતી, જેણે વિશ્વને સત્ય અને અહિંસાના ઉચ્ચ આદર્શ આપ્યા અને વીસમી સદીમાં સામ્રાજ્યવાદી શક્તિઓનો હચમચાવીને રાખી દીધી. સિલ્વિયોની આ યાત્રા બ્રાઝીલના એક રેડિયો સ્ટેશન સહિત ત્યાંની ત્રણ અન્ય કંપનીઓના સહયોગથી છે. સિલ્વિયોએ તેમની આ યાત્રાની શરૂઆત 27 જૂને શરૂ કરી હતી. તે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેરેલા, ઓરિસ્સા અને અન્ય ભારતીય રાજ્યોની યાત્રા કરી ચૂક્યાં છે.
સિલ્વિયો માત્ર પોર્ટુગીઝ ભાષા બોલે છે. લોકો સાથે વાતચીતમાં થતી મુશ્કેલીઓ અંગે તે કહે છે કે, મે ઇશારા અને હાવભાવનો ઉપયોગ કર્યો છે. ધીરે-ધીરે મે રસ્તે મળતા મિત્રવત અને ઇમાનદાર લોકો સાથે વાતચીત કરવા અને તેમને રસ્તો પૂછવા માટે કેટલાક અંગ્રેજી અક્ષરોનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. શરૂઆતમાં પોતાની સાઇકલ ઉભી રાખવાને લઇને ચિંતિત રહેતા સિલ્વિયોએ ધીરે-ધીરે એ વિશ્વાસ મેળવી લીધો છે કે તેમની સાઇકલ કોઇ ચોરશે નહીં.
સિલ્વિયોએ કહ્યું કે, મે સાઇકલને ગંગાથી થોડેક દૂર મારા સામાન સાથે ઉભી રાખી હતી અને ગંગામાં ડૂબકી પણ લગાવી હતી. ગાંધીના સૌથી પ્રભાવી ગુણ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ઇતિહાસનો પ્રોફેસર હોવાના કારણે મને લાગે છે કે એ વ્યક્તિની મહાનતાએ માનવતાની સેવા કરી અને આજે પણ એક ઉદાહરણ બનીને આ કામ કરી રહી છે. તેના અહિંસાના સિદ્ધાંતે શાસકો અને તાનાશાહોને પણ હરાવ્યા. આ ઉમરે પણ ઉર્જાથી ભરપૂર સિલ્વિયોએ કહ્યું કે આ સાઇકલ યાત્રા પછી તે મોટરબાઇક પર ભારત યાત્રાનો અનુભવ કરશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
