લગ્ન ટાણે વિચિત્ર ઘટનાઃ વરરાજાને ‘દહેજ’માં મળ્યો નવો મહેમાન

Posted By:
Subscribe to Oneindia News

ડિંડોરી, 21 ફેબ્રુઆરીઃ મધ્ય પ્રદેશના ડિંડોરી જિલ્લામાં એક દુલ્હન લગ્નની વિધિ દરમિયાન માતા બની. જેને લઇને સ્થિતિ એ થઇ ગઇ કે, જાન દુલ્હનને લીધા વગર જવા માટે તૈયાર થઇ ગઇ હતી, પરંતુ બાદમાં વરરાજા દ્વાર જીદ કરવામાં આવતાં બધાએ ઝુકવુ પડ્યું હતું અને જાન દુલ્હનની સાથોસાથ દહેજમાં નવા મહેમાનને લઇને વિદા થઇ. ડિંડોરી જિલ્લાના માનસિંહ જાન લઇને બુધવારે અજવાર ગામે પહોંચ્યા. જાન પહોંચી ત્યારે લગ્નની વિધિનો દોર ચાલી રહ્યો હતો, ત્યારે સમાચાર આવ્યા કે દુલ્હનને પ્રસવ થયો છે.

wedding-ceremonies
જેને લઇને બન્ને પક્ષ સ્તબ્ધ રહી ગયા. માનસિંહના પરિવારના સભ્યો દુલ્હન વગર જવાની વાતો કરવા લાગ્યા, જેથી દુલ્હન પક્ષ દ્વારા અનેક અરજ કરવામાં આવી પરંતુ તેઓ માનવા તૈયાર નહોતા. દુલ્હન માતા બનતા વરરાજા પક્ષ ઘરે પરત ફરવાની તૈયારીમાં જ હતો ત્યાં માનસિંહે આમ નહીં કરવા જણાવ્યું. માનસિંહનુ કહેવુ હતુ કે તેને એ વાતની જાણ હતી કે તેની થનારી પત્ની ગર્ભવતી છે. બન્ને લગ્નના એક વર્ષ પહેલાંથી એકબીજાને મળી રહ્યાં હતા. વરરાજાની જીદ આગળ જાનૈયાઓએ ઝુકવું પડ્યું, પરંતુ લગ્નની વિધિ એક દિવસ માટે રોકી દેવામાં આવી. ગુરુવારે બાકી રહેલી વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને શુક્રવારે જાન દુલ્હન અને નવજાત શિશુને લઇને પોતાના ઘરે પરત ફરી હતી.

માનસિંહના કાકા છોટેલાલનુ કહેવુ છે કે, દુલ્હને બાળકને જન્મ આપ્યા બાદ પણ લગ્ન એટલા માટે કર્યા કારણ કે આ વાત બન્ને પક્ષોની આબરું સાથે જોડાયેલો હતો. તેથી તે લગ્ન કરવામાં આવ્યા બાદ ખુશ છે. જનજાતિય વર્ગમાં લગ્ન નક્કી થતાં જ યુવક અને યુવતીનો એકબીજાને મળવાનો દોર શરૂ થઇ જાય છે. જેને ખરાબ પણ માનવામાં આવતું નથી, પરંતુ આ પહેલીવાર બન્યુ છે કે, લગ્નની વિધિઓ દરમિયાન દુલ્હન માતા બની છે.

English summary
Bride became mother during wedding ceremonies

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.