For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરરાજાએ બધાની સામે પકડ્યો કન્યાનો હાથ અને કરવા લાગ્યો એવી જીદ, દુલ્હને કર્યો લગ્નનો ઈનકાર

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં વરરાજની હરકતે એટલી હદે દુલ્હનને શરમમાં મૂકી દીધી કે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી.

|
Google Oneindia Gujarati News

પ્રતાપગઢઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં વરરાજની હરકતે એટલી હદે દુલ્હનને શરમમાં મૂકી દીધી કે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. દુલ્હનના આ નિર્ણયથી લગ્ન સમારંભમાં હડકંપ મચી ગયો. વિવાદ વધ્યા બાદ કન્યા પક્ષે વરરાજા અને તેના પરિવારની મારપીટ કરીને તેમને બંધક બનાવી લીધા. શનિવારે મોડી રાતે બપોરે 12 વાગ્યા સુધી વરરાજા અને જાનૈયા કન્યા પક્ષના ઘરે બંધક બની રહ્યા. સૂચના મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલિસની હાજરીમાં બંને પક્ષો વચ્ચે કલાકો સુધી પંચાયત થઈ. પોલિસની હાજરીમાં વરરાજા પક્ષને પાંચ લાખ રૂપિયા લગ્નનો ખર્ચ આપવાનુ ફરમાન સંભળાવવામાં આવ્યુ. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ. જો કે પૈસા મળવા સુધી કન્યા પક્ષો વરરાજાને બંધક બનાવી રાખ્યો.

વરરાજાએ કન્યાનો હાથ પકડ્યો અને...

વરરાજાએ કન્યાનો હાથ પકડ્યો અને...

માહિતી મુજબ માંધાતા પોલિસ સ્ટેશન વિસ્તારના અહિંના ગામ નિવાસી એક યુવકની જાન શનિવારે માંધાતાના ટીકરી ગામમાં ગઈ હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે વરરાજા ડીજે પર કન્યા સાથે ડાંસ કરવાની જિદ કરી રહ્યો હતો. સ્ટેજ પર જયમાલાનો કાર્યક્રમ પૂરો થયા બાદ કન્યા જ્યારે ઘરની અંદર જવા લાગી ત્યારે વરરાજાએ નવવધુનો હાથ પકડી લીધો અને તેની સાથે ડાંસની જિદ કરવા લાગ્યો. કન્યા ડાંસ માટે તૈયાર ન થઈ તો વરરાજાએ બધાની સામે હોબાળો શરૂ કરી દીધો. કન્યાના પિતાનો આરોપ છે કે વરરાજા અને તેના ઘણા પરિવારજનો નશાની હાલતમાં હતા. વરરાજાની આ હરકતથી કન્યા ચોંકી ગઈ. તેણે લગ્ન કરવાની જ ના પાડી દીધી. ત્યારબાદ કન્યાની મામી વરરાજાને ધક્કો મારીને કન્યાને લઈને જતી રહી.

વરરાજને બનાવ્યો બંધક, 5 લાખ પાછા આપ્યા ત્યારે છોડ્યો

વરરાજને બનાવ્યો બંધક, 5 લાખ પાછા આપ્યા ત્યારે છોડ્યો

વિવાદ વધી જતા બંને પક્ષ સામ-સામે આવી ગયા. કન્યાના પરિવારજનોએ વરરાજા અને તેના ઘરવાળાને બંધક બનાવી દીધી. સૂચના મળતા પોલિસ અને ગામના સરપંચ ઘટના સ્થળે પહોંચ્યા. બંને પક્ષો વચ્ચે કલાકો સુધી પંચાયત ચાલી પરંતુ કોઈ પણ વરરાજાને છોડાવી શક્યુ નહિ. પંચાયતે એ ફરમાન સંભળાવ્યુકે જ્યાં સુધી લગ્નમાં થયેલ ખર્ચની રકમ નહિ મળે ત્યાં સુધી તે બંધક જ રહેશે. વરરાજા અને તેમના પરિવારજનોને બંધક બનાવીને લગ્નમાં થયેલ પાંચ લાખ રૂપિયાના ખર્ચની માંગ કરવામાં આવી. 13 કલાક સુધી વરરાજા અને તેના પરિવારજનો કન્યા પક્ષના કબ્જામાં રહ્યા. પાંચ લાખ રૂપિયા પાછા આપ્યા બાદ તેમને છોડવામાં આવ્યા.

જ્યારે કન્યાએ કરી હવાઈ ફાયરિંગ

જ્યારે કન્યાએ કરી હવાઈ ફાયરિંગ

પ્રતાપગઢમાં એક પછી એક ઘણા લગ્ન ચર્ચામાં રહ્યા છે. થોડા દિવસો અગાઉ નવવધુએ હવાઈ ફાયરિંગ કર્યાનો કિસ્સો ચર્ચામાં હતો. કન્યાએ જયમાલા પહેલા સ્ટેજ પર ચડતી વખતે હવાઈ ફાયરિંગ કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ મામલે પોલિસે કાર્યવાહી કરી હતી. જ્યારે હવે નશામાં ધૂત વરરાજાની કરતૂતના કારણે કન્યાએ લગ્નનો ઈનકાર કરી દીધો.

English summary
Bride refuses to marry after indecent behavior of groom during jaymala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X