વિનેશ ફોગાટની જીત પર બોલ્યો બ્રિજભૂષણ શરણ સિંહ, એને તો સત્યાનાશ કર્યું...
Vinesh Phogat victory in Haryana assembly election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે મતગણતરી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 27 બેઠકો જીતી લીધી છે, જ્યારે 23માં આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ હાલ 11 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની શાનદાર જીત થઈ છે. આ કારણે બ્રિજભૂષણ શરણ સિંહના પેટમાં તેલ રેડાયું છે. આ સાથે જ તેણે પહેલવાનો વિશે બફાટ કરવાનું શરૂ કરી દીધું છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસને લીડ મળી હતી, પરંતુ હવે ભાજપ બહુમતીનો આંકડો પાર કરતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ભાજપ હરિયાણામાં ત્રીજી વખત સરકાર બનાવી શકે છે.

આ દરમિયાન વિનેશ ફોગાટે હરિયાણાની સૌથી હોટેસ્ટ સીટ જુલાના સીટ પર જીત મેળવી છે. જુલાનામાં પણ વિનેશ ફોગટ ક્યારેક પાછળ તો ક્યારેક આગળ હતો. આખરે વિનેશે 6 હજારથી વધુ મતોથી ચૂંટણી જીતી.
વિનેશ ફોગાટને 65,080 વોટ મળ્યા, જ્યારે તેમના વિરોધી ભાજપના ઉમેદવાર યોગેશને 59,065 વોટ મળ્યા. ચૂંટણી જીત્યા બાદ વિનેશે જણાવ્યું હતું કે, આ લોકોનો પ્રેમ છે.
વિનેશે જણાવ્યું હતું કે, તે સંઘર્ષ અને સત્યની જીત છે. તે લોકો માટે કામ કરવાનું ચાલુ રાખશે. હરિયાણામાં કોંગ્રેસને ઓછી બેઠકો મળવા પર તેમણે કહ્યું કે, હજુ ગણતરીના ઘણા રાઉન્ડ બાકી છે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે પણ વિનેશ ફોગાટની જીત પર નિવેદન આપ્યું છે. બ્રિજભૂષણ શરણ સિંહે વિનેશ ફોગટની જીત પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે, તેઓ જીતી ગયા, પરંતુ કોંગ્રેસનો નાશ થયો.
બ્રિજભૂષણે જણાવ્યું હતું કે, જે કુસ્તીબાજો જીતે છે તે હીરો નથી, પરંતુ વિલન છે. તેઓએ કુસ્તીબાજ આંદોલનના નામે દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિનેશ પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા ચૂકી હતી.
નોંધનીય બાબત છે કે, વિનેશ 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ફાઈનલ પહેલા વિનેશનું વજન 100 ગ્રામ વધુ હતું અને તેના કારણે તે ડિસક્વોલિફાઈ થઈ ગઈ હતી. આ પછી વિનેશે રાજકારણમાં પગ મૂક્યો અને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી અને જીતી ગઈ હતી.
આવી સ્થિતિમાં વિનેશ મેડલ તો ન જીતી શકી, પરંતુ તે ચૂંટણી ચોક્કસ જીતી ગઈ હતી. જે બાદ કોંગ્રેસ અને ભાજપ તરફથી તેમની જીત પર સતત નિવેદનો આવી રહ્યા છે. ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે આ જીત પર જોરદાર મજાક ઉડાવી છે.












Click it and Unblock the Notifications
