For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સીમામાં ઘૂસ્યા બાંગ્લાદેશી તસ્કરોએ કર્યો BSFના જવાનો પર હુમલો, બે બદમાશોના મોત

પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લામાં ભારતીય સુરક્ષાબળોસાથે અથડામણમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર બે બાંગ્લાદેશ તસ્કરોના મોત થઈ ગયા.

|
Google Oneindia Gujarati News

કૂચબિહારઃ પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લામાં ભારતીય સુરક્ષાબળોસાથે અથડામણમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર બે બાંગ્લાદેશ તસ્કરોના મોત થઈ ગયા. ભારતીય સીમા સુરક્ષા બળ(બીએસએફ)ના જણાવ્યા મુજબ શુક્રવારની સવારે લગભગ 3 વાગે તસ્કરોએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરતી વખતે તેમને રોકવાની કોશિશ કરી રહેલા બીએસએફ પાર્ટી પર હુમલો કર્યો જેનાથી એક જવાન પણ ઘાયલ થઈ ગયો. ગોળીબારમાં બે તસ્કર પણ માર્યા ગયા છે. બાંગ્લાદેશ તરફથી આવેલા બદમાશો પશુઓની તસ્કરી કરવાની કોશિશ કરી રહ્યા હતા.

bsf

ભારત-બાંગ્લાદેશની સીમા પર સતત પશુઓની તસ્કરીમાં બીએસએફના જવાનો અને તસ્કરોનો સામનો થતો રહે છે. શુક્રવારે પકડાઈ જતા તસ્કરોએ બીએસએફના જવાનો પર હુમલો કરી દીધો ત્યારબાદ ભારતીય બળો તરફથી પણ વળતી કાર્યવાહી કરવામાં આવી. બીએસએફ તરફથી જણાવવામાં આવ્યુ કે બાંગ્લાદેશ તરફથી આવેલા બદમાશ ભારતીય સીમામાં ઘૂસ્યા અને વાંસની બ્રેકટનો ઉપયોગ કરીને પશુઓની તસ્કરી કરવાની કોશિશ કરી. બીએસએફના જવાનોએ તેમને પાછા જવા માટે ચેતવણી આપી હતી. એક અધિકારીએ જણાવ્યુ કે આપણા સૈનિકોએ ઉપદ્રવીઓને રોકવા માટે બિનઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો પરંતુ તેમણે બીએસએફના જવાનો પર લોખંડની રૉડ અને લાઠીઓથી હુમલો કરી દીધો.

English summary
BSF jawans attacked by Bangladeshi smugglers who entered Indian border, 2 miscreants killed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X