બસપા નેતા મોહમ્મદ શમીની ગોળી મારીને હત્યા

Written By:
Subscribe to Oneindia News

સંગમનગરી, અલાહાબાદ માં રવિવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. રવિવારે રાત્રે સંગમ નગરીમાં બસપા નેતા મોહમ્મદ શમીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યારો ફરાર છે તથા હત્યાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું.

gun murder

પ્રાપ્ત જાણકારી અનુસાર, અલાહાબાદ શહેરથી લગભગ 50 કિલોમીટર દૂર મઉઆઇમા વિસ્તારમાં બસપા નેતા મોહમ્મદ શમીને ગોળી મારવામાં આવી હતી. રવિવારે રાત્રે લગભગ 9.30 વાગે તેમની હત્યા થઇ હતી.

ઘરે પરત ફરી રહ્યાં હતા..

મોમ્મદ શમી તે સમયે પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા, તે સમયે જ હુમલાખોરોએ એકાએક અનેક રાઉન્ડમાં ગોળીબાર કરતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. તેમને 5 ગોળીઓ વાગી હતી.

હત્યા બાદ હાઇવે જામ

હત્યા બાદ લોકોએ અલાહાબાદ-ફૈઝાબાદ હાઇવે પણ જામ થઇ ગયો હતો, જો કે, પોલીસના હસ્તક્ષેપના કારણે જામ ખસેડવામાં આવ્યો હતો. મોહમ્મદ શમીના પરિવારજનોની ફરિયાદને આધારે પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

અહીં વાંચો - Video: શપથ ગ્રહણ બાદ મુલાયમે મોદીના કાનમાં શું કહ્યું?

મોહમ્મદ શમી વિશે..

  • મોહમ્મદ શમી ઘણી વાર અલાહાબાદના મઉઆઇમા બ્લોકથી પ્રમુખ ચૂંટાયા હતા.
  • લગભગ બે દાયકા સુધી સમાજવાદી પાર્ટી માં સેવા આપ્યા બાદ ગત મહિને જ તેઓ બસપામાં જોડાયા હતા.
  • પોલીસ અનુસાર મોહમ્મદ શમીનો ગુનાયિત રેકોર્ડ પણ છે.
  • વર્ષ 2002માં 2002માં મોહમ્મદ શમી પ્રતાપગઢની કુંડા બેઠક પરથી વિધાનસભા ચૂંટણીમાં રાજા ભૈયાને ટક્કર આપી ચૂક્યાં છે.
English summary
BSP leader Mohammed Shami was shot dead in Allahabad on Sunday night. He was reportedly shot at by two unidentified gunmen who came on a motorbike.
Please Wait while comments are loading...