For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બસપાના નેતા રિઝવાન ઝહીરે કહ્યુ્ં- ભાજપને હરાવવા બંદૂક પણ ઉઠાવવા તૈયાર

બસપાના નેતા રિઝવાન ઝહીરે કહ્યુ્ં- ભાજપને હરાવવા બંદૂક પણ ઉઠાવવા તૈયાર

|
Google Oneindia Gujarati News

બલરાપુરઃ કોંગ્રેસ છોડીને બસપાનો હાથ થામનાર પૂર્વ સાંસદ રિઝવાન ઝાહીરે કહ્યું કે ભાજપને હરાવવા માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે, ગમે ત્યાં જઈ શકે છે. તેમણે કહ્યું કે તેમની લડાઈ સામંતવાદિઓ સમે શરૂથી રહી છે. તેમની લડાઈ કોઈપણ ઉમેદવારો સાથે નથી બલકે ભાજપ સાથે છે. તેમણે કહ્યું કે ભાજપને હરાવવા માટે જરૂર પડશે તો હું બંદૂક પણ ઉઠાવવા માટે તૈયાર છું.

શ્રાવસ્તી સીટ પર ત્રિકોણીય મુકાબલો

શ્રાવસ્તી સીટ પર ત્રિકોણીય મુકાબલો

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની શ્રાવસ્તી લોકસભા સીટ પર આ વખતે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપથી બાગી કોંગ્રેસના ઉમેદવાર ધીરેન્દ્ર પ્રતાપ સિંહ ધીરુ છે તો બીજી તરફ બસપા ગઠબંધન તરફથી શ્રાવસ્તી લોકસભા સીટ માટે રામ શરોમણીને ટિકિટ મળી છે. ભાજપે ફરી પોતાના સાંસદ પર વિશ્વાસ વ્યક્ત કરતા દદ્દન મિશ્રાને ટિકિટ આપી છે.

જોડતોડની રાજનીતિ

જોડતોડની રાજનીતિ

જોડતોડની રાજનીતિ ચાલુ છે. સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર રામ શિરોમણી વર્માએ માસ્ટર સ્ટ્રોક રમતા મુસલમાનોના મસીહા કહેવાતા રિઝવાન ઝાહીરને પોતાના પલડાંમાં લાવી ઉભા કરી દીધા છે. રિઝવાન ઝાહીર ગઠબંધન ઉમેદવાર રામ શિરોમણિ વર્માને જીતવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને પોતાના સમર્થકોને તેમને જીતવવા માટે અપીલ પણ કરી રહ્યા છે.

પીએમ બન્યા પછી પહેલીવાર અયોધ્યા જશે નરેન્દ્ર મોદીપીએમ બન્યા પછી પહેલીવાર અયોધ્યા જશે નરેન્દ્ર મોદી

નિવેદને મુશ્કેલી વધારી હતી

નિવેદને મુશ્કેલી વધારી હતી

રિઝવાન ઝાહીર વર્ષ 1989માં અપક્ષ, 1993માં સપા અને 1996માં બસપાથી તુલસીપુર વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય બની ચૂક્યા હતા. વર્ષ 1998 અને 1999માં સપાથી તેઓ શ્રાવસ્તી લોકસભા સીટથી સાંસદ રહી ચૂક્યા છે. રિઝવાન ઝાહીરની મુસ્કેલી એ સમયે વધી ગઈ જ્યારે તેમણે 1999 બાદ મુલાયમ સિંહ યાદવની સીધો પડકાર ફેંકતા કહ્યું કે રિઝવાન ઝાહીરને કોઈપણ પાર્ટીની જરૂરત નથી, રિઝવાન ઝાહીર ખુદમાં પાર્ટી છે અને મુલાયમ સિંહ યાદવ ઈચ્છે તો મારી સામે ચૂંટણી લડીને જોઈ લે, તેમને પણ હાર જ સાંપડશે. ત્યાર બાદથી રિઝવાન ઝાહીર એકપણ ચૂંટણી નથી જીત્યા.

English summary
bsp leader rizwan zaheer said he is ready for use gun to fight with bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X